અંધેરી સબ-વેને પુરમુક્ત બનાવવાની 209 કરોડની યોજના પણ
મુંબઈ: ચોમાસામાં અંધેરી સબ-વેમાં પાણી ભરાઈ જાય નહીં એના માટે મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને વિવિધ કામ હાથમાં લીધા છે. પાણીનું વહેણ ઝડપથી થાય એ માટે સબ વેને સમાંતર રેલવે લાઈન નીચે પાણીની પાઈપલાઈન બેસાડવામાં આવશે, એની સાથે નાળાની પહોળાઈ વધારવામાં આવશે.
પ્રસ્તાવિત કામકાજનો કુલ ખર્ચ અંદાજે 209 કરોડ રૂપિયા થશે. આ સર્વ કામ પૂરું થતા ત્રણથી ચાર વર્ષનો સમય લાગશે અને ત્યાં સુધી અંધેરી સબ વેમાં પાણી ભરાઈ જાય ત્યારે વાહન વ્યવહાર અટકાવી દેવો એ જ એક માત્ર પર્યાય છે. અગાઉ મોગરા ઉદંચન કેન્દ્ર માટે 250 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. એ કામ રાખડી પડ્યું છે એ પરિસ્થિતિમાં વધુ 209 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
મુશળધાર વરસાદ પડ્યા પછી અંધેરી સબ-વે, મિલન સબ-વે, દાઉદ બાગ, આઝાદ નગર, વીરા દેસાઈ રોડ પરિસરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. ચોમાસામાં મિલન સબ-વેમાં પાણી ભરાઈ જાય નહીં એના માટે પાણી એકઠું કરવાની ટાંકીનું બાંધકામ પૂર્ણ થયું હોવા છતાં આ વર્ષે અંધેરી સબ-વે પાણી નીચે ગરક થવાની સંભાવના છે.
અંધેરી પશ્ચિમ પરિસરમાં મોગરા નાળાની પહોળાઈ અનેક ઠેકાણે ઓછી હોવાથી વરસાદ પડતો હોય ત્યારે અને ભરતીના સમયે મોગરા નાળાની સપાટી વધવા લાગે છે અને પરિણામે તેને સંલગ્ન અંધેરી સબ વે, દાઉદ બાગ, આઝાદ નગર, વીરા દેસાઈ રોડ પરિસરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય છે અને માલમતાને નુકસાન પહોંચે છે. અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતા ગોખલે પુલનું કામ રખડી પડતા મોગરા નાળાની પહોળાઇનું કામ ગયા વર્ષે શરૂ નહોતું થઈ શક્યું.