આમચી મુંબઈ
અંધેરીમાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં ગળાફાંસો ખાધો

મુંબઈ: અંધેરી વિસ્તારમાં રહેતા 45 વર્ષના પોલીસ કોન્સ્ટેબલે પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો.
મૃતકની ઓળખ મૂકેશ દત્તાત્રય દેવ તરીકે થઇ હતી, જે અંધેરી પૂર્વમાં ન્યૂ પોલીસ લાઇન્સ ખાતે રહેતો હતો અને મરોલમાં લોકલ આર્મ્સ યુનિટમાં કાર્યરત હતો.
આપણ વાંચો: કાંદિવલીમાં પત્નીએ ગળાફાંસો ખાધો:મ્હાડાના અધિકારી વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો
મૂકેશે શનિવારે બપોરે ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મૂકેશને હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.
મૂકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ અંધેરી પોલીસે એડીઆર દાખલ કર્યો હત. મૂકેશે ભરેલા અંતિમ પગલા પાછળનું કારણ જાણી શકાયું નહોતું.