અંધેરીમાં મેન્ગ્રોવ્ઝના નાશ પર તાત્કાલિક કાર્યવાહી; પંકજા મુંડે સીધા નિરીક્ષણ માટે પહોંચ્યા
પર્યાવરણ પ્રધાને અનધિકૃત ભરણી કરનારાઓ સામે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો

મુંબઈ: પર્યાવરણ અને આબોહવા પરિવર્તન ખાતાના પ્રધાન પંકજા મુંડેએ અંધેરી વેસ્ટના લોખંડવાલા બેક રોડ વિસ્તારમાં મેન્ગ્રોવ્ઝના નાશના કેસમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ગેરકાયદે ભરણી કરનારાઓ સામે કેસ દાખલ કરવા અને સંબંધિત વિસ્તારમાંથી ભરણી દૂર કરવા અને મૂળ મેન્ગ્રોવ્ઝ જંગલને ફરીથી સ્થાપિત કરવાનો પણ આદેશ આપ્યો હતો.
વિધાનસભ્ય અનિલ પરબે મુદ્દો ઉઠાવ્યા બાદ વિધાન પરિષદમાં આપેલા વચનને પૂર્ણ કરતા, પર્યાવરણ પ્રધાન મુંડે સત્ર પૂરું થયાના બીજા જ દિવસે નિરીક્ષણ માટે સંબંધિત સ્થળ પર પહોંચ્યા હતા.
આપણ વાંચો: પંકજા મુંડેની મહાભારતની ઉપમા, પિતાની પુણ્યતિથિ પર રહસ્યમય રાજકીય સંદેશ
સી.ટી.એસ. નંબર 161, પહાડી ગોરેગાંવ વિસ્તારમાં હાથ ધરાયેલા નિરીક્ષણમાં એવું જોવા મળ્યું હતું કે બફર ઝોનમાં કોઈપણ પરવાનગી લીધા વિના મોટા પ્રમાણમાં ભરણી કરવામાં આવી રહી છે.
વાસ્તવિક નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાવીને, થોડા વર્ષો પહેલા આ જગ્યા નો-ડેવલપમેન્ટ ઝોનમાં હતી. તે ડેવલપમેન્ટ ઝોનમાં કેવી રીતે આવી? એવો સવાલ મુંડેએ પૂછ્યો હતો. તેમણે સમગ્ર પ્રકરણની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
આપણ વાંચો: કેટલાક લોકોને કારણે બીડને બદનામ ન કરવું જોઈએ: પંકજા મુંડે
તેમણે ગેરકાયદે ભરણી માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો. તેમણે સંબંધિત સ્થળોએ ભરણી દૂર કરીને મૂળ મેન્ગ્રોવ્સ જંગલને પુન:સ્થાપિત કરવાનો પણ આદેશ આપ્યો.
મેન્ગ્રોવ્સ જંગલ કાપીને મોટા પાયે અતિક્રમણ થઈ રહ્યું હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, પર્યાવરણ પ્રધાને અધિકારીઓને આવા તમામ કેસ એકત્રિત કરવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા પણ સૂચના આપી. તેમણે કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ બંધ થવી જોઈએ અને એજન્સીઓએ પર્યાવરણના રક્ષણ માટે ઝડપથી કામ કરવું જોઈએ.