આમચી મુંબઈ

અંધેરી, મલાડ અને કુર્લા સૌથી ગંદા: છ મહિનામાં મળી ૭,૪૮૫ ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અનેક અભિયાન હાથ ધર્યા છે, છતાં હજી અનેક ઠેકાણે રસ્તા પર કચરાના ઢગલા પડી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે. પાલિકાએ આપેલા ડેડા મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સાત જૂનથી નવ ઑક્ટોબર સુધીમાં ૭,૪૮૫ ફરિયાદો મળી હતી. કુર્લા, અંધેરી (પશ્ર્ચિમ) અને મલાડમાં સૌથી વધુ ફરિયાદો સૌથી વધુ ફરિયાદો આવી છે.

ગયા મહિને મુખ્ય પ્રધાન શિંદેએ મઝગાંવ ડોક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળતા તાત્કાલિક ધોરણે ‘ઈ ’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ તુરંત મુખ્ય પ્રધાને પાલિકાને મુખ્ય રસ્તાઓ અને ગલીઓને નિયમિત સફાઈ કરવાની સૂચના આપી હતી. તે મુજબ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈના રસ્તાઓની સ્વચ્છતાનું નિરીક્ષણ માટે દરરોજ બે કલાક ફાળવવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં શહેરના અનેક વિસ્તારમાં હજી પણ ગંદકી જોવા મળી રહી છે.

કચરાને લગતી ફરિયાદો નોંધવા માટે શરૂ કરાયેલા વોટ્સઍપ ચેટ બોટ નંબરમાં અનુક્રમે કચરો અને કાટમાને સંબંધિત ૫,૭૦૯ અને ૧,૭૭૬ ફરિયાદ નોંધાઈ છે. પાલિકાના અધિકારીના કહેવા મુજબ ચેટ બોટ પર આવતી ફરિયાદને સંબંધિત વોર્ડમાં મોકલવામાં આવે છે. પાલિકાની ટીમ જીપીએસ લોકેશન દ્વારા સ્થળની મુલાકાત લે છે અને કચરો તરત જ ઉપાડવામાં આવે તેની તકેદારી લેવામાં આવે છે. કેટલીક જગ્યાઓ છે જ્યાં વારંવાર કચરો નાખવામાં આવે છે. જો નાગરિકો કચરો ફેંકવાનું કામ બંધ કરે તો સમસ્યા ઓછી થશે. બિનસરકારી સંસ્થાના અહેવાલ મુજબ ૨૦૧૩માં કચરો ફેંકવાની ૫,૫૧૯ ફરિયાદો હતી, જે ૨૦૨૨માં ૧૨,૩૫૧ થઈ છે. નોંધનીય છે કે ૨૦૨૨માં લગભગ ૪,૩૫૬ ફરિયાદ કચરાને લગતી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે