આમચી મુંબઈ

મુકેશ અંબાણીો ફેક વીડિયો જોઇ શેરમાં લગાવ્યા પૈસા અને ઠગાઇ ગયા ડૉક્ટર

લોકો ઠગાઇકરવા માટે પણ કેવા કેવા અવનવા પેતરા અજમાવતા હોય છે. હાલમાં જ મુંબઇના અંધેરી ખાતે એક મહિલા આયુર્વેદિક ડૉક્ટર આવી ઠગાઇનો શિકાર બન્યા હતા અને તેમણે લાખો રૂપિયી ખોયા હતા. અંધેરીમાં મહિલા આયુર્વેદ ડોક્ટર સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ છેતરપિંડી કરવા માટે ડીપફેક વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

54 વર્ષીય ડોક્ટર ઈન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા શેર ટ્રેડિંગ કૌભાંડનો શિકાર બન્યા હતા, જેમાં બિઝનેસમેન મુકેશ અંબાણીના ડીપફેક વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ ‘રાજીવ શર્મા ટ્રેડ ગ્રુપ’ વિશે વાત કરતા જોવા મળે છે. નકલી વીડિયોમાં અંબાણી લોકોને ઊંચા વળતર માટે આ કંપનીની BCF ઇન્વેસ્ટમેન્ટ એકેડમીમાં જોડાવા માટે કહે છે.

મુકેશ અંબાણીનો આ બીજો ડીપફેક વીડિયો છે. અગાઉ માર્ચમાં પણ આવો જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે સ્ટોક ટ્રેડિંગ મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. જેમાં અંબાણીને AI દ્વારા કહેતા બતાવવામાં આવ્યા હતા કે લોકોએ ‘સ્ટુડન્ટ વીનિટ’ પેજને ફોલો કરવું જોઈએ.

Also Read: અમેરિકાનાં રિટેલ વેચાણમાં ધીમી વૃદ્ધિ થતાં વૈશ્વિક સોનામાં સુધારો

અહીં ઈન્ટરનેટ યુઝર્સ ફ્રી ઈન્વેસ્ટમેન્ટ એડવાઈસ મેળવી શકે છે. આ છેતરપિંડી મુંબઈના ડૉક્ટર કેકે એચ પાટીલ સાથે 28 મેથી 10 જૂન વચ્ચે થઈ હતી. આ સમયગાળા દરમિયાન તેમણે 16 અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 7 લાખ રૂપિયા મોકલ્યા હતા. બદલામાં તેમને અંબાણી તરફથી ઉચ્ચ વળતર અને પ્રમોશનનું વચન આપવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર, 7 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ મહિલા ડૉક્ટરને તેની સાથે છેતરપિંડી વિશે ખબર પડી. ટ્રેડિંગ વેબસાઇટ પર તેમને 30 લાખ રૂપિયાનો નફો થયો એમ બતાવવામાં આવી રહ્યું હતું, પરંતુ તેઓ તેને ઉપાડી શક્યા નહોતા. આવી સ્થિતિમાં તેમને શંકા થઈ હતી. મહિલાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી હતી.

Also Read: Deep fake: ડીપફેક કન્ટેન્ટને રોકવા માટે મોદી સરકાર સંસદમાં બિલ લાવી શકે છે

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઠગાઇ કરનારાઓએ આ મામલામાં ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. પોલીસ આ મામલે બેંકના નોડલ ઑફિસર્સ સાથે સંપર્કમાં છે. હવે એ બધા એકાઉન્ટને બંધ કરાવવામાં આવી રહ્યા છે. જેમાં મહિલાએ નાણા ટ્રાન્સફર કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો