અંધેરીમાં કમર્શિયલ બિલ્ડિગમાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના વેસ્ટર્ન સબર્બના અંધેરીમાં એમઆઈડીસી પરિસરમાં એક કમર્શિયલ બિલ્ડીંગમાં સોમવારે બપોરના આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગની દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
અંધેરી પૂર્વમાં એમઆઈડીસી સેન્ટ્રલ રોડપર આકૃતિ સેન્ટર પોઈન્ટ નજીક ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની કમર્શિયલ બિલ્ડિંગ આવેલી છે. સોમવારે બપોરના લગભગ ૧૨.૪૫ વાગ્યાની આસપાસ બિલ્િંડગના ત્રીજા માળા પર એક ન્યુઝ ચેનલની ઓફિસમાંથી ધુમાડા નીકળી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.
આપણ વાચો: મહારાષ્ટ્ર પોલીસ ત્રણ વર્ષમાં લાગેલી ભીષણ આગ અને કેમિકલ બ્લાસ્ટની ફરી તપાસ કરશે
ઘટના સ્થળે ફાયરબ્રિગેડ ચાર ફાયર એન્જિન સહિત અન્ય વાહનો સાથે તરત પહોંચી ગઈ હતી પણ ત્યાં સુધીમાં આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.
ફાયરબિગ્રેડે તરત આગ બુઝાવવાની કામગીરી ધરી હતી અને આગને નિયંત્રણમાં લાવી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.



