આમચી મુંબઈ
અંધેરીની ઈમારતમાં આગ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (પશ્ર્ચિમ)માં આઝાદ નગરમાં અંધેરી સ્પોર્ટસ ક્લબ પાસે આવેલી ૧૨ માળની ઈમારતના એક ફ્લેટમાં બુધવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આઝાદ નગરમાં ગ્રાઉન્ડ પ્લસ ૧૨ માળની પર્લ રેસિડન્ટસી નામની ઈમારત આવેલી છે. બુધવારે સાંજે લગભગ ૮.૧૫ વાગ્યાની આસપાસ એક ફ્લેટમાં અચાનક ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. સદ્નસીબે આગમાં કોઈને નુકસાન થયું નહોતું.