આમચી મુંબઈ
અંધેરીમાં ઇમારતની બાલકનીનો ભાગ તૂટ્યો, કોઇને ઇજા નહીં

મુંબઈ: અંધેરીમાં એક ઇમારતની ગેલેરીનો ભાગ તૂટી પડવાની ઘટના બની હતી. નસીબજોગે આ ઘટનામાં કોઇ ઇજા પહોંચી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અંધેરીમાં સહારા એરપોર્ટ રોડ પર પીએન્ડટી કોલોનીમાં આવેલી બે માળની રહેવાસી ઇમારતનો બાલકનીનો ભાગ સવારે ૧૧.૩૦ કલાકે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી હોવાનું જણાયું નથી, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
ઘટનાની જાણ થયા બાદ અગ્નિશમન દળ, પોલીસ અને પાલિકાના વોર્ડ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું. (પીટીઆઇ)