કંપનીમાં મહત્ત્વની જવાબદારી મળતાં જ બદલાયા Anant Ambani ના સૂર? આકાશ-ઈશા માટે કહી એવી વાત કે…

અંબાણી પરિવારની ગણતરી ભલે દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે, પરંતુ એની સાથે સાથે આ પરિવાર પોતાના સંસ્કાર અને પારિવારિક મૂલ્યોને પણ એટલું જ મહત્ત્વ આપે છે. એક ઈન્ટરવ્યુમાં પરિવારના નાના અનંત અંબાણીએ પોતાના મોટા ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હું એમને મારી કોમ્પિટિશન માનતો જ નથી. આ સિવાય પણ અનંતે પોતાના મોટાભાઈ-બહેનને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું છે અનંત અંબાણીએ-
એક ઈન્ટરવ્યુમાં અનંત અંબાણીએ આકાશ અંબાણી અને ઈશા અંબાણીને પોતાની કોમ્પિટિશન માનવાનો ઈનકાર કર્યો હતો. એટલું જ નહીં અનંતે એવું પણ કહ્યું હતું કે આકાશ માટે મોટાભાઈ રામ જેવો છે અને મારી બહેન ઈશા મને માની જેમ પ્રોટેક્ટ કરે છે. મારા ભાઈ-બહેન મારા માટે એક સારા સલાહકાર છે. અમારી વચ્ચે કોઈ સ્પર્ધા નથી. હું જીવનભર તેમની સલાહ પર આગળ વધીશ.
અનંત અંબાણીએ ભાઈ-બહેન સાથેના સંબંધો પર વાત કરતાં જણાવ્યું હતું કે બંને જણ મારા કરતાં મોટા છે. હું એમનો હનુમાન છું, મારો ભાઈ રામ છે અને મારી બહેન મારા માટે મારી મા જેવી છે. તેમણે બંનેએ હંમેશા જ મારી રક્ષા કરી છે. અમારી વચ્ચે કોઈ મતભેદ કે પ્રતિસ્પર્ધા નથી. અમે એકબીજા સાથે જોડાયેલા છીએ એકદમ ફેવિક્વિકની જેમ.
અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીની તુલના દાદા ધીરુભાઈ અંબાણી સાથે કરવામાં આવે છે એ વિશે વાત કરતાં અનંતે જણાવ્યું હતું કે આ ખુશીની વાત છે, પણ મને નથી લાગતું કે હું એ લેવલ સુધી હજી પહોંચી શક્યો નથી. હું મારા દાદાના નક્શેકદમ ચાલવાનો પ્રયાસ કરું છું. મારા પર કોઈ પણ પ્રકારનું દબાણ મારા પરિવાર દ્વારા નથી નાખવામાં આવ્યું. હું જે પણ કરીશ એ મારા દિલથી કરી. મેં હંમેશા મારા પિતાના દ્રષ્ટિકોણ અને મૂલ્યોનું પાલન કરું છું, જેનાથી મને આગળ વધવાનો મોકો મળશે.
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહેતો હોય છે અને એમાંથી પણ અનંત અંબાણી તો પોતાની સાદગી અને સિમ્પલિસિટીને કારણે લાઈમલાઈટ ચોરી લેતો હોય છે.
આપણ વાંચો : Akash-Anant Ambani કે Isha Ambani કોની પાસે છે મોંઘી કાર? નામ જાણીને ચોંકી ઉઠશો…