આમચી મુંબઈ

Anand Mahindraએ કર્યો Atal Setu પરથી પ્રવાસ, વીડિયો શેર કરીને કહી દીધી આ વાત…

મુંબઈ: Buisnessman Anand Mahindra Social Media પર ખૂબ જ એક્ટિવ હોય છે અને તેઓ દરરોજ વીડિયો કે કોઈકને કોઈ એવી ઘટના વિશે વાત કરતાં હોય છે કે જે મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આનંદ મહિન્દ્રાની પોસ્ટ ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને એમની ફેન ફોલોઈંગ પણ જબરી છે. આવા આ આનંદ મહિન્દ્રાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ મુંબઈના અટલ સેતુ પરથી પસાર થઈ રહ્યા છે. આ સાથે સાથે આનંદ મહિન્દ્રાએ યુઝર્સ સાથે પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં અટલ સેતુની સુંદરતા જોવા મળી રહી છે. આ સાથે જ તેમણે બ્રિજ બનાવનાર એન્જિનિયરના વખાણ કર્યા હતા. વીડિયો શેર કરીને તેમણે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે જ અટલ સેતુ પર ડ્રાઈવિંગ કરવાનો મોકો મળ્યો. એન્જિનિયિરિંગનો ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. તમે જ્યારે આ અટલ સેતુ પરથી પ્રવાસ કરશો ત્યારે તમને અહેસાસ થશે કે જાણે તમે પાણી પર ઊડી રહેલાં હોવરક્રાફ્ટ છો.

આનંદ મહિન્દ્રાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે હું દિવસના સમયે પુણે ગયો હતો અને પાછો ફર્યો હતો એટલે એ દિવસે સાંજે શાનદાર દ્રશ્યનો અનુભવ નહોતો કરી શક્યો જેવો વાઈરલ થઈ રહેલાં ફોટોમાં જોવા મળી રહ્યો છે. પરંતુ ટૂંક સમયમાં આ પણ થશે. આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ પર કમેન્ટ કરી રહેલાં લોકો અટલ સેતુના પોતાના અનુભવો શેર કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં આ પોસ્ટને સાત લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકો આ પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અટલ સેતુનું ઉદ્ઘઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 21.8 કિમી લાંબો આ પૂલ દેશનો સૌથી લાંબો સમુદ્રી પૂલ છે.

અહીંયા તમારી જાણ માટે કે આ પૂલની સૌથી મોટી ખાસિયત તો એ છે કે પહેલાં મુંબઈથી નવી મુંબઈ સુધીના 42 કિમીના પ્રવાસ માટે બે કલાકનો સમય લાગતો હતો, પણ હવે આ પૂલને કારણે 20 મિનીટમાં મુંબઈથી નવી મુંબઈ પહોંચી શકાય છે. આ બ્રિજ પોતાની સુંદરતા અને સુંદર વ્યૂઝ માટે પણ પ્રસિદ્ધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button