આમચી મુંબઈ

દગડુ શેઠના ગણપતિમાં દેખાશે ‘અયોધ્યા રામમંદિર’ની ઝાંખી

મોહન ભાગવત, યોગી આદિત્યનાથના હસ્તે ઉદ્ઘાટન
પુણે: દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ, સુવર્ણ યુગ તરૂણ મંડળ દ્વારા ટ્રસ્ટના ૧૩૧ના વર્ષના ગણેશોત્સવ નિમિત્તે મંડળ દ્વારા અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે ૧૯મી સપ્ટેમ્બરના સવારે ૧૦.૨૩ કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક ડૉ. મોહન ભાગવતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. જ્યારે મંદિર પર કરવામાં આવેલી લાઈટિંગનું ઉદ્ઘાટન સાંજે સાત વાગ્યે કરવામાં આવશે, એવી માહિતી ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી.
મંગળવારે પ્રાણપ્રતિષ્ઠા પહેલાં સવારે ૮.૩૦ કલાકે મુખ્ય મંદિરથી હનુમાન રથમાંથી બાપ્પાની મૂર્તિનું સરઘસ કાઢવામાં આવશે. એવી માહિતી પણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. સાંજે લાઈટિંગનું ઉદ્ઘાટન કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ટ્રસ્ટ દ્વારા આ વર્ષે અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. મંદિરની આ પ્રતિકૃતિ ૧૨૫ ફૂટ લાંબી, ૫૦ ફૂટ પહોળી અને ૧૦૦ ફૂટ ઊંચી છે. એટલું જ નહીં આ મંદિરની સામે ૨૪ સ્તંભ અને ૨૪ કમાન ઊભી કરવામાં આવી છે. મંદિરનો ઘૂમટ ૧૦૦ ફૂટ કરતાં વધારે ઊંચો હોઈ ધ્વજ સાથે ૧૦૮ ફૂટ ઊંચું મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

આ ઉપરાંત મંદિરનો પરિસર અને રસ્તામાં આવતા ૬૦ થાંભલા પર વાનરસેનાની મૂર્તિ સહિત રામાયણની ઘટનાઓ ચિત્ર અને લેખન સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. બેલબાગ ચોકથી પ્રવેશ કરતી વખતે કાલ્પનિક રામસેતુ પણ ઊભો કરવામાં આવ્યો છે અને અહીંથી ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શકશે.ઉ

ગણેશોત્સવમાં સ્વચ્છતા અને ખાડા
મુક્ત રસ્તા માટે સુધરાઈ સજ્જ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવના સમયગાળામાં સાર્વજનિક સ્વચ્છતા અને ખાડામુક્ત રસ્તા માટે મુંબઈ મહાનગરપાલિકાએ કમર કસી છે, જે હેઠળ મુંબઈના મુખ્ય રસ્તા, નાના રસ્તા અને ગલીઓ સહિત ઝૂંપડપટ્ટી વગેરે વિસ્તારો સ્વચ્છ રાખવામાં આવવાના છે. તો ગણેશમૂર્તિના આગમન અને વિસર્જનના રૂટ પરના ખાડા પૂરી નાખવામાં આવ્યા હોવાનો દાવો પાલિકાએ કર્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર (પૂર્વ ઉપનગર) અશ્ર્વિની ભિડેના જણાવ્યું હતું કે ગણેશોત્સવ દરમિયાન નાના-મોટા રસ્તા, ઝૂંડપટ્ટી, સાર્વજનિક સ્થળો પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પગલાં લેવામાં આવ્યા છે. ગણેશ મંડપના પરિસરમાં ભક્તોની અવરજવર વધુ હોય છે, તેથી ત્યા વધુ મનુષ્યબળ નીમવામાં આવવાના છે, કચરો ભેગો કરવા માટે કચરાની પેટી ઉપલબ્ધ કરી આપવામાં આવવાની છે. કચરો ભેગો કરવા અને તેનું વહન કરવા માટે ગાડીઓની ફેરી વધારવામાં આવવાની છે, જે ભાગમાંથી ફરિયાદ વધુ હશે તેવી વસ્તી અને પરિસર પર વધુ ધ્યાન આપવામાં આવશે.

વધુમાં માહિતી આપતા અશ્ર્વિની ભિડેએ કહ્યું હતું કે ગણેશમૂર્તિના વિસર્જન માટે ૧૯૧ કૃત્રિમ તળાવનું નિર્માણ લગભગ પૂરું થઈ ગયું છે અને વધુ તળાવ બાંધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિસર્જન રૂટ પર ગમે ત્યાં લટકી રહેલા વાયરોને હટાવી લેવાની સૂચના આપવામાં આવી છે. વિસર્જન રૂટ પર કાર્યરત રહેલા સ્વયંસેવકોની વોર્ડ સ્તર પર બેઠક કરવામાં આવવાની છે. મુખ્ય વિસર્જન સ્થળ પર પીવાનું પાણી તથા શૌચાલયની સુવિધા મફતમાં ઉપલબ્ધ કરી આપવામાં આવવાની છે. વિસર્જન સ્થળ પર શક્ય તેટલા પાર્કિંગ પ્લોટ મફતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. વિસર્જન સ્થળ પર જર્મન તરાફાની સંખ્યા વધારવામાં આવશે. સાર્વજનિક ગણેશમંડલોના મંડપ પરિસરમાં કચરા પેટીની સંખ્યા વધારવામાં આવશે. તહેવારના સમય દરમિયાન મિઠાઈની દુકાન અને કોલ્ડ સ્ટોરેજ પર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેટીવની મદદથી નિયમિત તપાસ કરવામાં આવશે. વિસર્જન સ્થળ પર ફૂલ-હાર માટે નિર્માલ્ય કળશની સંખ્યા વધારવામાં આવશે. જોખમી પુલની બંને બાજુએ માહિતી લગાવતા બોર્ડ લગાડવામાં આવશે.

વંદે ભારત ટ્રેનમાં પ્રવાસીઓને મળશે મોદકનો પ્રસાદ
આઈઆરસીટીસીએ ૪૫૦૦
મોદકનો ઓર્ડર આપ્યો
મુંબઈ: આખા મહારાષ્ટ્ર સહિત કોંકણમાં ગણેશોત્સવ ભારે ઉત્સાહથી ઊજવવામાં આવતો હોય છે. આઈઆરસીટીસી પણ હવે તેમાંથી બાકાત નથી રહેવાનું. ગણેશોત્સવમાં પ્રવાસીઓ માટે આઈઆરસીટીસીએ પણ જોરદાર તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્યમાં દોડતી પાંચેય વંદે ભારત ટ્રેનમાં ગણેશોત્સવ નિમિત્તે પ્રવાસીઓને મોદક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓને પ્રસાદ મળી રહે એ માટે આઈઆરસીટીસીએ ૪૫૦૦ મોદકનો ઓર્ડર આપી દીધો છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
લાડકા બાપાનું આગમન મંગળવારે થવાનું છે. એ નિમિત્તે હોટેલ, મોલ્સ સજ્જ થઇ ગયાં હોઇ ગણેશોત્સવમાં ગ્રાહકો માટે વિવિધ સ્કીમ મૂકવામાં આવી છે. અમુક વિમાન કંપનીએ પણ પ્રવાસીઓ માટે ખસ્તા કચોરી, પોરણપોળી આપવાનો નિર્ણય લીધો છે. આઈઆરસીટીસીએ વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને ખાદ્યપદાર્થમાં મોદક આપવાનો નિર્ણય લીધો છે. સીએસએમટી-શિરડી, સોલાપુર, માડગાંવ, નાગપુર-બિલાસપુર અને મુંબઈ સેન્ટ્રલ-ગાંધીધામ પાંચેય વંદે ભારત ટ્રેનમાં મોદક આપવામાં આવશે. આઈઆરસીટીસીને આ માટે ૪૫૦૦ ઓર્ડર આપ્યો છે. અમુક મોદક તેના કિચનમાં જ બનાવવામાં આવશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button