દરગાહમાં રાઇફલ સાથે આતંકવાદી ઘૂસ્યા હોવાની અફવા ફેલાવનાર વૃદ્ધની ધરપકડ
મુંબઈ: પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરી ડોંગરી વિસ્તારમાંની દરગાહમાં રાઇફલ સાથે આતંકવાદી ઘૂસ્યા હોવાની અફવા ફેલાવવા બદલ પોલીસે ૮૩ વર્ષના વૃદ્ધની ધરપકડ કરી હતી. વૃદ્ધની ઓળખ ભગવાન રામચંદ્ર ભાપકર ઉર્ફે નઝરૂલ ઇસ્લામ શેખ તરીકે થઇ હોઇ તે વિક્રોલીના ટાગોરનગરનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ ક્ધટ્રોલ રૂમને બુધવારે સવારે અજાણી વ્યક્તિએ કૉલ કરીને જણાવ્યું હતું કે ડોંગરી ખાતેની દરગાહમાં અમુક આતંકવાદી ઘૂસ્યા હોઇ તેમની પાસે રાઇફલ છે. આથી પોલીસની મદદની જરૂર છે. ક્ધટ્રોલ રૂમ દ્વારા આની જાણ ડોંગરી પોલીસને કરાઇ હતી. પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ કરતાં આતંકવાદીની માહિતી અફવા સાબિત થઇ હતી.
દરમિયાન પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે ક્ધટ્રોલ રૂમને ડોંગરીમાના પીસીએ બૂથ પરથી કૉલ કરવામાં આવ્યો હતો. પોલીસે ત્યાં જઇને પૂછપરછ કરતાં અજાણ્યા વૃદ્ધે અહીંથી કૉલ કર્યો હતો, જેના પગમાં ઇજા થઇ છે. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ વૃદ્ધની શોધ
આદરી હતી અને તેને ઝડપી પાડ્યો હતો.