પશ્ચિમ રેલવેમાં છઠ્ઠી લાઈન માટે મહત્ત્વનો બ્લોકઃ આટલી ટ્રેન રદ, જાણી લેજો તમારી ટ્રેન નથી!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે ઈન્ટરલોકિંગ કામગીરી માટે મહત્ત્વનો બ્લોક 13 દિવસ માટે લેવામાં આવશે. 26મી ઓક્ટોબરથી સાતમી નવેમ્બર દિવસ દરમિયાન નોન-ઈન્ટરલોકિંગ કામગીરી માટે પશ્ચિમ રેલવેની 230 ટ્રેનસેવા પર અસર થશે, જેમાં અમુક મેલ-એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણ રદ કરવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનોને આંશિક રીતે રદ કરી છે. આ ઉપરાંત, મેલ-એક્સપ્રેસ ટ્રેન શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ અને રિશિડ્યુલ કરવામાં આવી છે.
બ્લોક સમયગાળા દરમિયાન ત્રીજી નવેમ્બરની બાંદ્રા ટર્મિનસ-બિકાનેર સ્પેશિયલ (04714), 27, 31મી ઓક્ટોબર અને ચોથી નવેમ્બરની સુરત-બાંદ્રા ટર્મિનસ (12936), 28મી ઓક્ટોબર અને ચોથી નવેમ્બરની બાંદ્રા-ટર્મિનસ જબલપુર (02133), ચોથી નવેમ્બરની બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર (05054), 28મી ઓક્ટોબર અને 01મી અને 05મી નવેમ્બર 2023ની બાંદ્રા ટર્મિનસ સુરત (12935), 27 ઓક્ટોબર અને 03 નવેમ્બર 2023ની જબલપુર-બાંદ્રા ટર્મિનસ (02134), 27 ઓક્ટોબરની ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ (05053), પાંચમી નવેમ્બરની બાંદ્રા ટર્મિનસ-બીકાનેર (04712), 29 ઓક્ટોબર 2023ની ટ્રેન નંબર 19003 બાંદ્રા ટર્મિનસ-ભુસાવલ, 04 નવેમ્બર 2023ની બિકાનેર-બાંદ્રા ટર્મિનસ (04711), 29 ઓક્ટોબર 2023ની ભુસાવલ-બોરીવલી (19004), 31 ઓક્ટોબરની મુંબઈ સેન્ટ્રલ-ભુસાવલ (09051), પહેલી નવેમ્બરની ભુસાવલ-મુંબઈ સેન્ટ્રલ (09052), 3 અને 4 નવેમ્બરની બાંદ્રા ટર્મિનસ-વાપી પેસેન્જર (09159), ત્રીજી નવેમ્બરની બાંદ્રા ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન (12247), 03 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22903 બાંદ્રા ટર્મિનસ-ભુજ, ત્રીજી નવેમ્બરની બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી (22965), ત્રીજી અને પાંચમી નવેમ્બરની વાપી-વિરાર પેસેન્જર (09144), ચોથી નવેમ્બર 2023ની બાંદ્રા ટર્મિનસ-જામનગર (22923), પાંચમી નવેમ્બરની બાંદ્રા ટર્મિનસથી દિલ્હી સરાઈ રોહિલા (12216), પાંચમી નવેમ્બરની બાંદ્રા ટર્મિનસ-સહરસા (22913), પાંચમી નવેમ્બરની બાંદ્રા ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન (12907), પાંચમી નવેમ્બરની બાંદ્રા ટર્મિનસ-ભુજ (22955), ચોથી નવેમ્બરની ભુજ-બાંદ્રા ટર્મિનસ (22904), ચોથી નવેમ્બરની દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ (12215), ચોથી નવેમ્બરની એચ. નિઝામુદ્દીન-બાંદ્રા ટર્મિનસ (12248), ચોથી નવેમ્બરની મહુવા-બાંદ્રા ટર્મિનસ (22990), ચોથી નવેમ્બરની ભુજ-બાંદ્રા ટર્મિનસ (22956), ચોથી નવેમ્બરની ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ (22966), છઠ્ઠી નવેમ્બરની એચ. નિઝામુદ્દીન-બાંદ્રા ટર્મિનસ (12908), સાતમી નવેમ્બરની સહરસા-બાંદ્રા ટર્મિનસ (22914), પાંચમી નવેમ્બરની જામનગર-બાંદ્રા ટર્મિનસ (22924), ત્રીજી નવેમ્બરની બાંદ્રા ટર્મિનસ-મહુવા (22989), ચોથી નવેમ્બરની બાડમેર-બાંદ્રા ટર્મિનસ (09038) વગેરે રદ રહેશે.
એના સિવાય 188 જેટલી મેલ-એક્સપ્રેસ સહિત સબર્બનમાં લોંગ રુટની 189 જેટલી ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને આંશિક રીતે રદ કરવામાં આવી છે, તેનાથી મુંબઈથી ગુજરાતની ટ્રેનસેવા પર મોટી અસર થશે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. પ્રવાસીઓને તહેવારોમાં ટ્રેનો વિના મુસાફરી કરવામાં ભારે હાલાકી પડશે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
ખાર અને ગોરેગાંવ વચ્ચે 8.8 કિલોમીટરનું કામકાજ પાર પાડવામાં આવ્યા પછી પશ્ચિમ રેલવેમાં વધુ એક નવી લાઈનમાં ટ્રેનો દોડાવવાનો માર્ગ મળશે, તેનાથી વધુ લોકલ ટ્રેન દોડાવી શકાશે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ દાવો કર્યો હતો.