દર્શન કરવા નીકળેલા ભક્તો પર વરસ્યો કહેર: યાત્રા દરમિયાન ટ્રકે પાછળથી કચડ્યા
હિંગોલી: મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના વાશીમ હાઇવે પર નજીક પગપાળા કરીને દર્શન કરવા જઈ રહેલા ભક્તોના એક ટોળાંને પિકઅપ ટ્રકે જોરદાર ટક્કર મારવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં ટક્કર વાગતા ચારેય લોકોનું જગ્યા પર જ મૃત્યુ થયું હતું અને બે લોકો ગંભીર રીતે જખમી થયા હતા, એવી માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.
એક અહેવાલ મુજબ વાશીમ હાઇવે નજીક આવેલા માલહિરવા ગામ નજીક છ લોકો પગપાળા કરી દર્શન કરવા માટે જાઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી એક પિકઅપ ટ્રકે આવીને આ ગ્રૂપને જોરદાર ટક્કર મારી હતી જેમાં ચાર લોકોના મોત થયાની સાથે બે લોકોને ગંભીર ઇજા થઈ હતી. આ દરેક લોકો સિરસમ ગામના રહેવાસી હતા અને તેઓ હનુમાન મંદિરમાં દર્શન કરવા માટે વહેલી સવારે નીકળ્યા હતા.
મંદિર જવા નીકળેલા આ લોકોને ટક્કર મારનાર ટ્રક ડ્રાઈવર ઉંધમાં ગાડી હતો જેથી આ અકસ્માત બન્યો હતો. આ ગંભીર અકસ્માત થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને જખમીને હૉસ્પિટલ પહોંચાડી મૃતકોના મૂર્તદેહને તાબામાં લીધા હતા. આ ઘટનાની તપાસ કરી પોલીસે આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી.