આમચી મુંબઈ

વૃદ્ધ દંપતીની હત્યા સહિત 33 ગુનામાં ફરાર ઉત્તર પ્રદેશનો ગેન્ગસ્ટર પનવેલથી પકડાયો

મુંબઇ: વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા સહિત 33 જેટલા ગુનામાં ફરાર અને માથે રૂ. 50 હજારનું ઇનામ ધરાવતા ઉત્તર પ્રદેશના ગેન્ગસ્ટરને પનવેલ પોલીસ તથા ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (એસટીએફ) જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને પનવેલથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ હારિસ ઉર્ફે છોટુ અબ્દુલ અઝીઝ તરીકે થઇ હોઇ તે છેલ્લા બે મહિનાથી નવી મુંબઈમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. ઉત્તર પ્રદેશના આઝમગઢમાં જૂન, 2023માં વૃદ્ધ દંપતીની હત્યા કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. આરોપી હારિસ ઉર્ફે છોટુએ તેના સાથીદારો સાથે આ ગુનો આચર્યો હતો. હારિસ વિરુદ્ધ 33 ગુના દાખલ હોઇ ત્યાંની પોલીસે તેને માથે ઇનામ જાહેર કર્યું હતું. દરમિયાન હારિસ ઉર્ફે છોટુ નવી મુંબઈ ખાતે હોવાની માહિતી એસટીએફને મળી હતી. આથી તેમણે પનવેલ શહેર પોલીસનો સંપર્ક સાધીને આ અંગે જાણ કરી હતી.
એસટીએફના અધિકારીઓ ત્યાર બાદ નવી મુંબઈ આવ્યા હતા અને પનવેલ શહેર પોલીસ સાથે મળીને તેમણે હારિસને પનવેલ સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો. હારિસ તેના ભાઇનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને નામ વાપરીને ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. હારિસને બાદમાં એસટીએફને હવાલે કરવામાં આવ્યો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button