Amruta Fadanvis નો આ વાઈરલ વીડિયો વિવાદ ના નોંતરે તો જ નવાઈ…

Amruta Fadanvis નો આ વાઈરલ વીડિયો વિવાદ ના નોંતરે તો જ નવાઈ…

ઓગસ્ટ મહિનાના પહેલાં રવિવારે દુનિયાભરમાં ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવે છે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે પણ આ દિવસની ઊજવણી કરતાં પોતાના મિત્ર સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

એટલું જ નહીં અમૃતાએ પોતાના આ બેસ્ટ ફ્રેન્ડ સાથેના ફોટો પણ શેર કર્યા છે. પરંતુ આ ફોટોને કારણે જ હવે અમૃતા ફડણવીસ મુશ્કેલીમાં ફસાઈ શકે એમ છે. આવો જાણીએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી-

અમૃતા ફડણવીસે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપના ડેના દિવસે મકાઉ પક્ષી સાથેનો વીડિયો અને ફોટો શેર કર્યો છે. તેમણે આ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે મિત્રતાનો કોઈ આકાર, સાઈઝ કે ભાષા નથી હોતી. તે કોઈ પણ વ્યક્તિ કે પ્રજાતિ સાથે હોઈ શકે છે. મિત્રતા આ બંને વસ્તુથી ઉપર છે.

મળતી માહિતી મુજબ અમૃતા ફડણવીસ પાસે રહેલું આ પંખી એ એક મકાઉ પોપટ છે, જે વર્ષો પહેલાં તેઓ ઘરે લઈ આવ્યા હતા. અમૃતા અને આ પક્ષા વચ્ચે ગાઢ મિત્રતા છે અને તેનું નામ તેમણે ટાઈગર રાખ્યું છે. અહીંયા તમારી જાણ માટે કે આ ટાઈગર થોડાક વર્ષો પહેલાં આ ટાઈગર ખોવાઈ ગયો હતો, પણ હવે તે એમને પાછો મળી ગયો છે.

દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે પાળલું આ પક્ષી તેમના માટે ખૂબ જ અમૂલ્ય છે અને તેઓ એને ખૂબ જ પ્રેમ કરે છે. માર્કેટમાં આ પક્ષીની કિંમત બે લાખ રૂપિયાથી વધુ હોવાની કહેવાય છે. અમૃતા ફડણવીસે આ પોપટને સાઉથ આફ્રિકાના એમેઝોનથી મંગાવી હતી અને તેમણે એને એક બ્રીડર પાસેથી ખરીદ્યું હતુ.

અમૃતા અને ટાઈગરનો બોન્ડ એટલો સ્ટ્રોન્ગ છે કે ખોવાયા બાદ જ્યારે તે એમને પાછો મળ્યો ત્યારે અમૃતા ફડણવીસ રડી પડ્યા હતા. ટાઈગર પણ અમૃતાને જોઈને તરત જ તેમના ખભે આવીને બેસી ગયો હતો અને તેમની સાથે રમવા લાગ્યો હતો. ટાઈગરે અમૃતાને એક પણ સેકન્ડ માટે એકલી છોડી નહોતી.

વાત કરીએ ટાઈગર ક્યાં રહે છે એની તો ટાઈગર અમૃતા ફડણવીસના બંગલામાં ખુલ્લામાં રહે છે. ટાઈગરને અમૃતા સાથે અને અમૃતાને ટાઈગર માટે ખૂબ જ લાગણી છે. અમૃતા આ પાળેલા પંખીને પોતાના બાળકની જેમ વ્હાલ કરે છે અને તેનું ધ્યાન રાખે છે. તમે પણ અમૃતા ફડણવીસ અને ટાઈગરનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

જોકે, આ વાઈરલ વીડિયોને કારણે અમૃતા ફડણવીસ મુશ્કેલીમાં ફસાઈ શકે એમ છે. પ્રાણીપ્રેમીઓ અમૃતા ફડણવીસનો વીડિયોને જોઈને ખાસ કંઈ ખુશ નહીં જ થયા હોય. અમૃતાનો આ વીડિયો કોઈ નવો વિવાદ ના છેડે તો જ નવાઈ…

આ પણ વાંચો…અમૃતા ફડણવીસનું હિન્દી સમર્થન: દેશવાસીઓને જોડવા સ્કૂલમાં હિન્દી શીખવવી જોઈએ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button