જ્યારે અમૃતા ફડણવીસે ન્યૂ યોર્કમાં ગાયું ‘સારે જહાં સે અચ્છા…’

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે ન્યૂ યોર્ક શહેરના ટાઈમ્સ સ્ક્વેર પ્લાઝા ખાતે દેશભક્તિ ગીત સારે જહાં સે અચ્છા ગાયું હતું. તેમના આ પર્ફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વ્યવસાયે બેન્કર અમૃતા ફડણવીસે આ પહેલાં પણ ઘણા ગીતો ગાયા છે અને તેમના સોલો આલ્બમ્સ પણ રીલિઝ થયા છે. આ ઉપરાંત અનેક કાર્યક્રમોમાં તેમણે ભાગ લીધો છે. દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ભારતનું ચંદ્રયાન-3ની સફળતાપૂર્વક લેન્ડ કરવા બદલ 27મી અને 29મી ઓગસ્ટના ન્યૂ યોર્કમાં આવેલા ટાઈમ્સ સ્ક્વેર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અમૃતા ફડણવીસ મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમૃતા ફડણવીસે 700થી 1000 ભારતીય નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. અને તેમણે આ કાર્યક્રમમાં સારે જહાં સે અચ્છા દેશ ભક્તિ ગીત પણ ગાયું હતું.
આ ઉપરાંત મહિલા સક્ષમીકરણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપવા બદ્દલ અમૃતા ફડણવીસનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. એક ભારતની એકાત્મતાની ભાવનાના પ્રતિક સમાન આ કાર્યક્રમમાં ન્યૂ યોર્કમાંના ભારતના કોન્સુલ જનરલ રણધીર જયસ્વાલ, ડેુપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ પણ સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા.