Amravati: Marriage Certificate નહીં હોવાથી પરીક્ષામાં બેસવાની મનાઈ: પછી શું કર્યું મહિલાઓએ?
અમરાવતી/મુંબઈઃ આજથી મહારાષ્ટ્રમાં એસએસસી બોર્ડની પરીક્ષા શરુ થઈ છે, પરંતુ તાજેતરમાં અમરાવતીમાં આંગણવાડીની ચીફ સુપરવાઈઝરના પદ માટેની પરીક્ષામાં મહિલાઓ સાથે ચોંકાવનારો બનાવ બન્યો હતો.
આંગણવાડી ચીફ સુપરવાઈઝરના પદ માટે ઓનલાઇન પરીક્ષામાં મહિલા પરીક્ષાર્થીઓને મેરેજ સર્ટિફિકેટ (Marriage Certificate) નહીં હોવાથી પરીક્ષામાં નહીં બેસવા દેવાનો પ્રકાર અમરાવતીમાં બન્યો હતો. ગુરુવારે મહિલા પરીક્ષાર્થીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે કલેક્ટરની ઓફિસમાં જોઈને નિવેદન પણ આપ્યું હતું.
પરીક્ષામાં મહિલાઓને બેસવા નહીં દેવાની બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે આંગણવાડી ચીફ સુપરવાઈઝરના પદ માટે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષા માટે એક્ઝામ સેન્ટર પર પ્રમુખ અને IBPSના કર્મચારીઓ દ્વારા પરીક્ષાર્થીઓના આધાર કાર્ડ, પાન કાર્ડ, ટ્રાન્સફર સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી હતી, પણ પરીક્ષાર્થીઓ પાસે મેરેજ સર્ટિફિકેટની પણ માગણી કરવામાં આવી હતી.
જોકે તેમની પાસે મેરેજ સર્ટિફિકેટ ન હોતા તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યું નહીં, જેથી આ મહિલાઓએ ફરીથી પરીક્ષા લેવાની માગણી કલેક્ટરની ઓફિસમાં કરી હતી. 26 ફેબ્રુઆરીએ આ IBPS દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિમયાન પરીક્ષાર્થીઓ પાસેથી મેરેજ સર્ટિફિકેટની બાબતે કોઈ પણ સૂચન કરવામાં આવ્યું નહોતું એવો દાવો પણ પરીક્ષાર્થીઓએ કર્યો હતો.