વિધાનસભ્ય રવી રાણા પર જીવલેણ હુમલો: હુમલો કરનાર ઠાકરે જૂથનો હોવાનો રાણાનો દાવો
અમરાવતી: વિધાનસભ્ય રવી રાણા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન થયો છે. આ કિસ્સામાં પોલીસે મહેન્દ્ર દિપટે નામના વ્યક્તીની ધરપકડ કરી છે. હુમલો કરનાર વ્યક્તિ ઠાકરે જૂથનો છે એવો આક્ષેપ રવી રાણાએ કર્યો છે.
રવી રાણા દહીહાંડીનો કાર્યક્રમ પતાવીને છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું કામકાજ જોવા ગયા હતાં. દરમીયાન મહેન્દ્ર દિપટેએ રાણા પર હુમલો કર્યો હતો. અંજનગામ સુર્જી પોલીસે હુમલો કરનાર મહેન્દ્ર દિપટેને ઝડપી પાડ્યો હતો.
વિધાનસભ્ય રવી રાણા સોમવારે બપોરે યુવા સ્વાભિમાન પાર્ટીના દહીહાંડીના કાર્યક્રમમાં ગયા હતાં. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ સાંજે છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું કામકાજ જોવા ગયા હતાં. તે સમયે અચાનક એક વ્યક્તી રાણાની સામે આવી તેમના પર હુમલો કરવા જઇ રહ્યો હતો. રવી રાણા પર હુમલો કરનાર વ્યક્તીનું નામ મહેન્દ્ર દિપટે છે જે શિવસેના ઠાકરે જૂથનો પૂર્વ તાલુકા પ્રમુખ હોવાની વિગતો જાણવા મળી છે.
હુમલો કરવા આવેલ વ્યક્તીને તેમના રવી રાણાના કાર્યકર્તાઓ પકડીને પોલીસના હવાલે કર્યો હતો. આ વ્યક્તી ચાકૂ વડે હુમલો કરવાનો હતો એવો દાવો પણ રાણાએ કર્યો હતો. પોલીસે હુમલો કરનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાછલાં વર્ષે 25 સપ્ટેમ્બર 2022ના હિંગોલીના વિદાનસભ્ય સંતોષ બાંગીર અંજનગામ સુર્જીલામાં આવ્યા હતા ત્યારે બાંગરની કાર પર ઠાકરે જૂથના શિવસૈનિકોએ હુમલો કર્યો હતો. એમાં મહેન્દ્ર દિપટેનો પણ સમાવેશ હતો.
થોડાં દિવસો પહેલાં સાંસદ નવનીત રાણાને ધમકી આપનાર યુવકની પોલીસે ધરપકડ કરી હતી. શ્યામ તાવડે નામના યુવાને નવનીત રાણાને ધમકી આપી ગાળાગાળી પણ કરી હતી. શ્યામ તાવડેએ નવનીત રાણાને ફોન તરી તું ગરદીવાળી જગ્યાઓ પર જાય છે, એ જગ્યાએ તારા પર ક્યારે હુમલો કરીશ તે તને ખબર પણ નહીં પડે એવી ધમકી આપી હતી. ઉપરાંત આ યુવકે નવનીત રાણા વિશે અશ્લિલ ઉદ્ગાર કરી ગાળો પણ આપી હતી.