આમચી મુંબઈમહારાષ્ટ્ર

હમ સાથ સાથ નહીં હૈઃ અમિત ઠાકરેએ કરી દીધી ચોખ્ખી વાત

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ફરી સાથે આવશે એવી અટકળો વારંવાર વહેતી હોય છે. ૨૦૧૪, ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં બન્ને ભાઇ સાથે આવશે તથા શિવસેના અને મનસેની યુતિ થશે એવી શક્યતા વ્યક્ત કરાઇ હતી, પરંતુ અત્યાર સુધી એમવા વચ્ચે સમજૂતી થઇ નથી. બન્ને પક્ષના કાર્યકર્તાઓ અને સમર્થકોની ભલે એવી ઇચ્છા હોય, પરંતુ તેમના પરિવારની એવી ઇચ્છા ન હોવાનું વારંવાર જાણવા મળે છે. હવે મનસેએ માહિમ મતવિસ્તારના ઉમેદવાર રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેએ બહાર પાડી બીજી યાદી, જાણો ક્યાંથી કોણ લડશે ચૂંટણી

૨૦૧૭માં શિવસેનાએ મનસેના સાત નગરસેવક ફોડ્યા હતા એ અંગે અમિત ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તે સમયે હું બીમાર હતો. માતા પિતાને આ બાબતથી કોઇ ફરક પડતો નથી એ મને ખબર હતી, પણ ઉદ્ધવ ઠાકરેએ નૈતિકતા નિભાવી નહીં. હવે એ લોકો કહે છે કે માંદા હતા ત્યારે ૪૦ વિધાનસભ્યો ફોડ્યા. હું બીમાર હતો ત્યારે નગરસેવક ફોડ્યા ત્યારે તેમને કંઇ થયુ નહીં?

આ પણ વાંચો: વરલીમાં પોલિટિકલ વૉરઃ આદિત્ય ઠાકરેને હરાવવા મહાયુતી આ સાંસદને આપશે ટિકિટ?

માતા પિતા શું છે એ મને ખબર છે. સાત નગરસેવક ગયા તો પણ તેઓ ૧૦૦ ઊભા કરી શકે છે. તેમને ખરાબ લાગ્યું હશે, પણ તેમનો આત્મવિશ્ર્વાસ ઓછો નહીં થયો હોય. ત્યારે બન્ને ભાઇ સાથે આવે એવો વિચાર મેં છોડી દીધો. શિવસેના અને મનસે એકસાથે આવે એવી શક્યતા મારા તરફથી તો હવે નથી, એમ અમિત ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button