Amit shah Mumbai visit: લાલબાગના રાજાના દર્શન માટે અમિત શાહ મુંબઇના પ્રવાસે: આવતી કાલે સહપરીવાર લેશે બાપ્પાના આશિર્વાદ
મુંબઇ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે મુંબઇની મુલાકાત લેશે. મુંબઇના લાલબાગના રાજાના દર્શન માટે અમિત શાહ મુંબઇ આવનાર છે. આ વખતે પણ અમિત શાહ સહપરીવાર બાપ્પાના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે પાછલાં વર્ષે પણ અમિતશાહ સહપરીવાર લાલબાગના રાજાના દર્શન માટે આવ્યા હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર લાલબાગના રાજાના દર્શન માટે આવતી કાલે 23મી સપ્ટેમ્બરના રોજ બપોરે સાડા ત્રણ વાગે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ લાલબાગમાં ઉપસ્થિત રહેશે. તેઓ લાલબાગના રાજાના દરબારમાં લગભગ 25 મિનીટ હાજર રહેશે. તે માટે કેન્દ્રિય સુરક્ષા વ્યવસ્થા અને મુંબઇ પોલીસ સુરક્ષા વ્યવસ્થા માટે સજ્જ છે.
રાજ્યમાં મોટો સત્તાસંઘર્ષ થયો અને મહાવિકાસ આઘાડી સરકાર પડી ભાંગી અને શિંદે-ફડણવસી સરકાર સ્થપાઇ. ત્યાર બાદ પાછલાં વર્ષે અમિત શાહ પહેલીવાર લાલબાગના રાજાના દર્શન માટે સહપરીવાર ઉપસ્થિત રહ્યાં હતાં. તે વખતે તેમની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના વિનોદ તાવડે પણ ઉપસ્થિત હતાં. ત્યારે આ વખતે પણ અમિત શાહ સહપરીવાર મુંબઇમાં લાલબાગના રાજાના દર્શન કરશે.
અમિત શાહ આવતી કાલે એટલે કે 23મી સપ્ટેમ્બરના રોજ બપોરે બે વાગે મુંબઇ એરપોર્ટ પર આવશે. ત્યાર બાદ 3 થી 3:30 દરમીયાન તેઓ લાલબાગના રાજાના દર્શન કરશે.
પછી 3:50થી 4:૦૦ વાગ્યા દરમીયાન વર્ષા બંગલા પર ગણપતી બાપ્પાના દર્શન કરશે. 4:00 થી 4:15 સુધી દેવેન્દ્ર ફડણવીસના સાગર નિવાસ સ્થાને ગણપતી બાપ્પાના દર્શન કરશે. 4:30 વાગે બાંદ્રામાં આશિષ શેલારના સાર્વજનીક ગણપતીના દર્શન કરશે. 5:30 થી 7 દરમીયાન મુંબઇ યુનિવર્સિટીમાં લક્ષમણ રાવ ઇનામદાર સ્મૃતી વ્યાખ્યાન કાર્યક્રમમાં ભાગ લેશે. અને 7 વાગે દિલ્હી જવા રવાના થશે.