આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

અમિત શાહના હેલિકોપ્ટર અને બેગની તલાશી લેવાઈ…

અધિકારીઓની તપાસ બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે ભાજપ મુક્ત અને ન્યાયી ચૂંટણીમાં માને છે

મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના હિંગોલીના ચૂંટણી અધિકારીઓ દ્વારા તેમના હેલિકોપ્ટર અને બેગની તપાસ કરી હતી.

આ પણ વાંચો : એમવીએએ રાજ્યની સમસ્યાઓમાં વધારો કર્યો: મોદી

અમિત શાહ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારના પ્રચાર માટે આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મૂકીને અમિત શાહે કહ્યું હતું કે ભાજપ મુક્ત અને ન્યાયી ચૂંટણીમાં માને છે અને બધા જ નિયમો અને શિષ્ટાચારનું પાલન કરે છે.

સ્વસ્થ ચૂંટણી પદ્ધતિમાં બધાએ પોતાનું યોગદાન આપવું જોઈએ અને ભારતને વિશ્ર્વની સૌથી મજબૂત લોકશાહી બનાવવા આપણી ફરજ પૂરી કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર વચ્ચે PM મોદી કૃષ્ણ ભક્તિમાં થયા લીન, જુઓ વીડિયો

શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી અધિકારીઓ દ્વારા તેમની બેગ ચકાસવામાં આવતી હોવાનો વીડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર શેર કર્યા બાદ મહારાષ્ટ્રની ચૂંટણીના વાતાવરણમાં આ મુદ્દો બન્યો હતો. તેમણે ચૂંટણી અધિકારી પાસે જાણવા માગ્યું હતું કે અધિકારીઓ દ્વારા મુખ્ય પ્રધાન અને રાજ્યના બે નાયબ મુખ્ય પ્રધાનોની, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની બેગ અને હેલિકોપ્ટરની ચકાસણી કરવામાં આવે છે કે નહીં. જેને પગલે અમિત શાહે પોસ્ટ મૂકીને ઉદ્ધવ ઠાકરેની બોલતી બંધ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button