બાળાસાહેબ અને સાવરકરનું અપમાન કરનારાઓના પક્ષે ઉદ્ધવ ઠાકરે: અમિત શાહ…
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું હતું કે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસનો સાથ આપી રહ્યા છે, જેમના નેતાઓએ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે અને હિન્દુત્વના વિચારક વીર સાવરકરનું અપમાન કર્યું હતું. શાહે કહ્યું હતું કે, ‘હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું કે શું તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર માટે બે સારા શબ્દો કહેવાની વિનંતી કરી શકે છે. શું કોઈ કોંગ્રેસી નેતા બાળાસાહેબ ઠાકરેના સન્માનમાં થોડા શબ્દો બોલી શકે છે, એમ તેમણે પૂછ્યું હતું. મહારાષ્ટ્રના લોકો એવા લોકોને ઓળખે જેઓ આવા વિરોધાભાસ વચ્ચે ગઠબંધન સરકાર બનાવવાનું સ્વપ્ન લઈને બહાર આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો : પતિ vs પત્ની, બાપ vs દીકરો; મહારાષ્ટ્રની આ બેઠકો પર રસપ્રદ મુકાબલો
ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વિપક્ષ મહા વિકાસ અઘાડી (એમવીએ) પાસે કોઈ વિશ્ર્વસનીયતા નથી. ‘મહા વિકાસ અઘાડી પરનો વિશ્ર્વાસ ‘પાતાળ’થી નીચે ગયો છે. તેની કોઈ વિશ્ર્વસનીયતા નથી, એમ તેમણે કહ્યું હતું.
‘હું ઉદ્ધવ ઠાકરેને કહેવા માંગુ છું કે તમે એવા લોકો સાથે બેઠા છો જેઓ રામ મંદિર, નાગરિકતા (સુધારા) અધિનિયમ, સમાન નાગરી સંહિતા, વક્ફ બોર્ડના સુધારા અને સાવરકરનો વિરોધ કરે છે.
આ પણ વાંચો : કૉંગ્રેસની ગેરંટીનો લાભ પ્રજા કેવી માણી રહી છે એ જોવા પધારો અમારાં રાજ્યોમાં…
જો વક્ફ બોર્ડમાં સુધારો કરવામાં ન આવે તો તે તમારી મિલકતને પોતાની તરીકે જાહેર કરી શકે છે, એમ શાહે જણાવ્યું હતું.
કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે, ‘શરદ પવારે મહારાષ્ટ્રના લોકોને જણાવવું જોઈએ કે જ્યારે તેઓ યુપીએ સરકારમાં 10 વર્ષ સુધી પ્રધાન હતા ત્યારે તેમના માટે તેમનું શું યોગદાન હતું.’