આમચી મુંબઈ

ચૂંટણી પહેલા મતભેદોને દફનાવી દો: અમિત શાહે ભાજપના કાર્યકરોને સલાહ આપી

મુંબઈ: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ અને કાર્યકરોને રાજ્યમાં નિર્ણાયક વિધાનસભા ચૂંટણી પહેલાં આંતરિક મતભેદો દફનાવીને એક થઈને કામ કરવાની હાકલ કરી છે.

કાર્યકરો જુદી જુદી દિશામાં કામ કરતા હોય એવું સંગઠન ક્યારેય સફળ થતું નથી, એમ અમિત શાહે મંગળવારે મુંબઈમાં પાર્ટીના એક સંમેલનમાં જણાવ્યું હોવાની માહિતી ભાજપના સૂત્રોએ આપી હતી.

અમિત શાહે મહારાષ્ટ્ર ભાજપને રાજ્યના દરેક ઘર સુધી પહોંચવા માટે ‘ઘર ચલો અભિયાન’ હાથ ધરવા જણાવ્યું છે અને પાર્ટીના બૂથ-લેવલ નેટવર્કને મજબૂત બનાવવાની હાકલ કરી છે, એમ પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું.

પખવાડિયામાં મહારાષ્ટ્રની તેમની ત્રીજી મુલાકાતે આવેલા અમિત શાહે ભાજપના વિધાનસભ્યો અને પક્ષના કાર્યકરોના એક જૂથ સાથે બેઠક કરી હતી.

આ પણ વાંચો : ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર આવશે: અમિત શાહ

દાદર ખાતેની બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને પક્ષના મુંબઈ એકમના વડા આશિષ શેલાર હાજર હતા જ્યાં શાહે સભાને સંબોધિત કરી હતી.

‘પરિવારમાં પણ મતભેદો હોય છે. જો કોઈ વિધાનસભ્ય અથવા સંસદસભ્ય વિશે લોકોમાં નિરાશા હોય, તો એક સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધવો જોઈએ જેથી મતદારો પક્ષ સાથે જોડાયેલા રહે,’ એમ કહેતા શાહને ટાંકવામાં આવ્યા હતા.

ભાજપના મુખ્ય ચૂંટણી વ્યૂહરચનાકારે સ્થાનિક નેતાઓને દરેક મતદાન મથક માટે 10 કાર્યકરોની નિમણૂક કરવા પણ કહ્યું હતું.

આ કાર્યકરોએ દશેરા (12 ઓક્ટોબર) થી પ્રચારના છેલ્લા દિવસ સુધી બૂથ અધિકારક્ષેત્રમાં સક્રિય રહેવું જોઈએ, એમ શાહે જણાવ્યું હતું.

ભાજપના વરિષ્ઠ નેતાએ કાર્યકરોને નવા પક્ષના સભ્યોની નોંધણી કરતી વખતે મત માગવાનું ટાળવા પણ કહ્યું હતું.
મતદાતા રજિસ્ટર કરતી વખતે નવા સભ્યોને ભાજપને મત આપવા માટે કહો નહીં. એકવાર તેઓ સભ્ય બન્યા પછી, તેઓને મતદાનનું મહત્ત્વ સમજાશે. પાર્ટીના કાર્યકરોએ દરેક બૂથમાં 20 નવા મતદારો ઉમેરવાની ઈચ્છા રાખવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

બાવનકુળેએ બાદમાં પત્રકારોને કહ્યું હતું કે, ‘શાહે (મહારાષ્ટ્ર ભાજપ)ને અમારી સરકારના વિકાસ કાર્યોના સંદેશ સાથે રાજ્યના દરેક ઘર સુધી પહોંચવા માટેનું અભિયાન ‘ઘર ચલો અભિયાન’ હાથ ધરવા કહ્યું છે.’

શાહે પક્ષના બૂથ-સ્તરનું નેટવર્ક મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓમાં વધુ મતદાન સુનિશ્ર્ચિત કરવાની હાકલ કરી હતી, એમ બાવનકુળેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત