આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

દિલ્હીમાં અમિત શાહે શિંદે અને અજિત પવારને આપી ‘આ’ સલાહ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે આજે મહાયુતિ (ભાજપ-એકનાથ શિંદે શિવસેના-અજિત પવાર એનસીપી)ની મોટી બેઠક પણ યોજવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ પક્ષોની વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને સતત બેઠકો ચાલી રહી છે.

આજે પણ પાટનગરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને મહાયુતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બાકીની ૨૩ બેઠકો પર નિર્ણય લેવાનો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહની નજર મહાયુતિના બળવાખોરો પર છે. તેમણે સભામાં કહ્યું, “બળવાખોરો મુશ્કેલી ઊભી કરે નહીં તેનું ધ્યાન રાખો”. અમિત શાહે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવારને સલાહ આપી છે કે કોઈ પણ પક્ષ બળવાખોરોને મહાગઠબંધનમાં ઉતારશે નહીં. અમિત શાહે ત્રણેય પક્ષો – ભાજપ, એનસીપી અને શિવસેનાને સાથે મળીને ચૂંટણી લડવા નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: Election પહેલા અજિત પવારને ફાયદોઃ ‘ઘડિયાળ’નું ચિહ્ન વાપરી શકશે, પણ…

તમને જણાવી દઈએ કે ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે આ યાદીમાં કુલ ૯૯ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર દક્ષિણ પશ્ચિમ નાગપુર વિધાનસભાથી ચૂંટણી લડશે.

આ સિવાય મહાયુતિના ઘટક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પણ બુધવારે ૩૮ ઉમેદવારની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પક્ષના વડા અજિત પવાર પુણે જિલ્લાની બારામતી બેઠક પરથી ચૂંટણી લડશે. એનસીપીના ઉમેદવારોની પ્રથમ યાદીમાં, અજિત પવાર સાથે શાસક મહાયુતિમાં જોડાયા હતા તે મંત્રીઓ સહિત ૨૬ ધારાસભ્યોને આ વખતે ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: સમીર ભુજબળે આપ્યું રાજીનામું! અજિત પવારે ઉમેદવારી ન આપતા નારાજગી

મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભા સીટ છે. તમામ બેઠકો પર ૨૦નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. પરિણામ ૨૩ નવેમ્બરે આવશે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૦૫ બેઠકો જીતી હતી. આ વખતે ભાજપ રાજ્યમાં એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી એનસીપી સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ૧૬ ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપની પ્રથમ યાદીને મંજૂરી આપવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button