‘વંદે ભારત’ની લોકપ્રિયતા વચ્ચે વિમાન પ્રવાસનો ક્રેઝ ઘટયો
મુંબઇ: દેશની ટોચની ટૅકનોલૉજી સાથે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નવું વર્જન ટૂંક સમયમાં આવી રહ્યું છે. ભારતીય રેલવે આવતા વર્ષે સ્લીપર વંદે ભારત લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તે આરામ અને સલામતીના સંદર્ભમાં વધુ સારું રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી વિમાન પ્રવાસનનો ક્રેઝ પણ ઓછો થશે. સુવિધાની વાત કરીએ તો સ્લીપર વંદે ભારત વર્લ્ડ ક્લાસ ટ્રેનોમાંની એક હશે. આ ભારતની સૌથી ઝડપી દોડનારી ટ્રેન હશે. અપગ્રેડેડ ટ્રેક સાથે તે ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને મુસાફરીનો સમય ઘટાડશે.
‘રાજધાની’ને પણ પાછળ છોડી દેશે
વંદે ભારત એક્સપ્રેસમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનને પાછળ છોડી દેવાની ક્ષમતા છે. તેની સ્પીડ એટલી ઝડપી હશે કે તે અન્ય ટ્રેનો કરતા વધુ ઝડપથી ગંતવ્ય સ્થાને પહોંચશે. તે જ સમયે તે હવાઈ મુસાફરી કરતા મુસાફરોને આકર્ષિત કરી શકે છે.