મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ, મનસે પ્રમુખે કર્યું આ કામ
મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર વાહનોના ભયંકર ટ્રાફિક જામ લાગ્યા પછી તેમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, ત્યારબાદ આ જ રસ્તા પર મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના પ્રમુખ રાજ ઠાકરેએ એમ્બ્યુલન્સ માટે રસ્તો આપ્યો હતો. વીકએન્ડને કારણે મુંબઈથી પુણે જનારા વાહનોનો ભયંકર ટ્રાફિક જામ લાગ્યો હતો. એ વખતે મનસેના વડા રાજ ઠાકરેએ મુંબઈ પુણે એક્સ્પ્રેસવે પર આવેલા ખાલાપુર ટોલ પ્લાઝા પરનો વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
તાજેતરમાં રાજ ઠાકરે પુણેના એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે મુંબઈ પુણે એક્સ્પ્રેસવે પર આવેલા ખાલાપુર ટોલ પ્લાઝા પર વાહનોની જોરદાર લાંબી લાઈનો લાગતા ભારે ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ હતી. આ ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. આ વાતને લીધે રાજ ઠાકરે ગુસ્સે થઈને ટોલ પ્લાઝા પરના કર્મચારીઓ નારાજગી વ્યક્ત કરી હતી. ટોલ નાકા પર પોતાની કારમાંથી ઉતરીને ત્યાંના કર્મચારી પર ગુસ્સો ઠાલવ્યો હતો.
રાજ ઠાકરે અનેક વખત રાજ્યમાં ટોલ ટેક્સના નિવેદન અને એક્શનને લઈને ચર્ચામાં આવે છે. તાજેતરમાં ખાલાપુર ટોલ પ્લાઝા પર વાહનોએ યલો લાઇનને વટાવીની ઊભી રાખવામા આવી હતી, જેથી ત્યાં ટ્રાફિક થઈ હતી. આ ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. આ વાત રાજ ઠાકરેના ધ્યાનમાં આવતા તેમણે કારમાંથી ઉતરીને ત્યાં થયેલી ટ્રાફિકને લઈને કર્મચારીઓની ઝાટકણી કાઢી હતી અને તેનો વીડિયોને લીધે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે.
રાજ ઠાકરે મનસેના કાર્યકરો સાથે આ ટોલ નાકાથી પસાર થઈ રહ્યા હતા. ટોલ નાકા પર યેલ્લો લાઇનના નિયમોનું ઉલંઘન થયાની વાતની જાણ થતાં રાજ ઠાકરે પોતાની કારમાંથી ઉતરીને તેમના કાર્યકરો સાથે ટોલ બૂથ પાસે પહોંચ્યા હતા અને ત્યાંના કર્મચારીઓની ઝાટકણી કાઢી ત્યાં ઊભેલી બધી ગાડીઓની સાથે સાથે એમ્બ્યુલેન્સને રવાના કરી હતી.
રાજ ઠાકરેએ ટોલ પ્લાઝા પર ચાલી રહેલી બેદરકારી મુદ્દે કર્મચારીઓ અને ટોલ પ્લાઝાના મેનેજમેન્ટની ઝાટકણી કાઢી હતી. જો તમે અહીં ફરી બાંબુ લગાવ્યા તો હું પણ મનસે સ્ટાઇલ બાંબુથી કાર્યવાહી કરીશ એવી કડક ચેતવણી પણ રાજ ઠાકરેએ આપી હતી. મહારાષ્ટ્રમાં ટોલ બૂથના 200-300 મીટર પહેલા એક પીળી લાઇન બનવાવમાં આવી છે. જો ટોલ બૂથ પર વાહનોની લાઇન પીળી લાઇન કરતાં આગળ જાય છે તો ત્યાં ઊભેલા દરેક વાહનોને વગર કોઈ ટોલ લીધા વિના રવાના કરવામાં આવે છે.
આ નિયમનો અમલ ન થતા રાજ ઠાકરેએ આ કાર્યવાહી કરી હોવાનું મનસેના એક કાર્યકરે કહ્યું હતું અને જો રાજ્યમાં ટોલના નિયમોનું કર્મચારીઓ દ્વારા પાલન નહીં કરવામાં આવશે તો રાજ્યના ટોલ પ્લાઝા સામે મનસે દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવશે.