આમચી મુંબઈ

અંબરનાથ શિવ મંદિરનો કાશી વિશ્ર્વનાથ મંદિરના આધારે થશે વિકાસ

મુંબઇ: અંબરનાથમાં પાંડવ કાળના શિવ મંદિર પરિસરનું સોંદર્યીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે તાજેતરમાં રૂ. ૧૦૭ કરોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. પ્રોજેક્ટ દરમિયાન મંદિરની મૂળ રચના સાથે છેડછાડ કરવામાં આવશે નહીં. આ મંદિર સંકુલને કાશી વિશ્ર્વનાથ મંદિર સંકુલની તર્જ પર વિકસાવવામાં આવશે. અંબરનાથ શહેરમાં લગભગ એક હજાર વર્ષ જૂનું શિવ મંદિર છે.

શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આ મંદિરમાં કલા ઉત્સવનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. વિશ્ર્વ વિખ્યાત સંગીતકારો, શિલ્પકારો અને ચિત્રકારો ઉત્સવમાં આવે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું માર્ગદર્શનમાં મંદિર સંકુલના સૌંદર્યીકરણ માટે વિગતવાર દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, પરંતુ સૌંદર્યીકરણની મંજૂરી સુધીની સફર પડકારજનક હતી. શિવ મંદિરને કેન્દ્રિય રીતે સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે, તેથી ત્યાં કામ કરવા માટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની પરવાનગી જરૂરી હતી. તેમની માર્ગદર્શિકા અનુસાર મંદિરથી ૧૦૦ મીટરના અંતરમાં સમારકામ અને નવીનીકરણનું કામ કરવામાં આવશે. હવે રાષ્ટ્રીય સ્મારક પુરાતત્ત્વ વિભાગના નિયમો અને શરતોને અનુસરીને તેનું કામ શરૂ કરવામાં આવશે. અંબરનાથ નગરપાલિકા વતી સવાણી હેરિટેજ ક્ધઝર્વેશન પ્રા.લિ. દ્વારા સૌંદર્યીકરણનું કામ સોંપવામાં આવેલ છે. સંકુલના કાયાકલ્પ બાદ અહીં પ્રવાસન વધશે.

કલ્યાણ લોકસભાના સાંસદે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સૌંદર્યીકરણનું કામ શરૂ થઈ રહ્યું છે. કામ પૂર્ણ થયા બાદ અંબરનાથ શહેર અને શિવ મંદિરને વૈશ્ર્વિક સ્તરે એક અલગ ઓળખ મળશે. પ્રવેશ દ્વારનું કાર્ય, પ્રવેશદ્વારની સામેના ચોકમાં નદી , પાર્કિંગની જગ્યા, પ્રદર્શન કેન્દ્ર, એમ્પ થિયેટર, બાઉન્ડ્રી વોલ, મુખ્ય માર્ગ અને આંતરિક રસ્તાનું કામ, રમતનું મેદાન અને શૌચાલય , ચેક ડેમ , ભક્ત આવાસ ઘાટ વગેરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button