
થાણે: થાણે જિલ્લામાં બાળકીનું અપહરણ કર્યા બાદ નિર્જન સ્થળે તેના પર બળાત્કાર ગુજારવા બદલ બે નરાધમ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
બાળકી 12 જુલાઇએ સાંજે અંબરનાથ સ્ટેશન તરફ ચાલતી જઇ રહી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
પિતા અને દાદાના પરિચિત હોવાનું જણાવીને આરોપીઓએ બાળકીને રિક્ષામાં બેસાડી હતી અને બાદમાં તેને નિર્જન સ્થળે લઇ જવાઇ હતી.
આરોપીએ રિક્ષાચાલકને ઘટનાસ્થળેથી જતા રહેવાનું કહ્યું હતું અને બાદમાં બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ ઘટનાની જાણ કોઇને કરતાં ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : થાણેમાં બનાવાશે World Calss zoo
બાળકી ઘટનાસ્થળેથી ભાગી છૂટી હતી અને ઘરે પહોંચ્યા બાદ તેણે પરિવારજનોને તમામ હકીકત જણાવી હતી. દરમિયાન પરિવારજનોએ આ પ્રકરણે અંબરનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)