મુંબઈમાં અફઘાનિસ્તાનના રાજદૂતે રાજીનામું આપ્યું, જાણી લો શું છે મામલો?

મુંબઈઃ ભારતમાં સૌથી વરિષ્ઠ અફઘાન રાજદૂત ઝાકિયા વર્દાકે ગયા મહિને મુંબઈ એરપોર્ટ પર દુબઈથી રૂ. ૧૮.૬ કરોડની કિંમતના ૨૫ કિલો સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ પકડાયા હોવાના અહેવાલો બહાર આવ્યા બાદ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં અફઘાન રાજદ્વારીએ જણાવ્યું હતું કે તેના પરના અસંખ્ય વ્યક્તિગત હુમલાઓને ધ્યાનમાં રાખીને તેણે રાજીનામું આપવાનું નક્કી કર્યું છે જેણે તેની અસરકારક રીતે સંચાલન કરવાની ક્ષમતાને ગંભીર અસર કરી છે.
છેલ્લા એક વર્ષમાં, મને અસંખ્ય વ્યક્તિગત હુમલાઓ અને બદનક્ષીનો સામનો કરવો પડ્યો છે જે ફક્ત મારા તરફ જ નહીં પરંતુ મારા નજીકના પરિવાર અને વિસ્તૃત સંબંધીઓ તરફ પણ છે, તેમણે લખ્યું હતું.
જોકે, ૨૫ એપ્રિલના રોજ મુંબઈ એરપોર્ટ પર તેની પાસેથી ૨૫ કિલો સોનું જપ્ત કર્યાના ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અહેવાલોનો તેમણે ઉલ્લેખ કર્યો નથી. ડીઆરઆઈએ રાજદ્વારી ઈમ્યુનિટીને ને કારણે વર્દાકની ધરપકડ કરી ન હોવાનું જાણવા મળે છે.
ગયા અઠવાડિયે ડીઆરઆઈને દુબઈથી ભારત આવેલા ઝાકિયા વર્દક પાસે સોનું મળી આવ્યું હતું. વર્દક અને તેનો પુત્ર ૨૫ એપ્રિલે દુબઈથી અમીરાતની ફ્લાઈટમાં મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન તેમના સામાનમાંથી કંઈ મળ્યું ન હતું, પરંતુ તેમની અંગઝડતીમાં ૨૪ થી વધુ સોનાની લગડીઓ મળી આવી હતી. આ અંગે વર્દાકે કોઈ દસ્તાવેજ જમા કરાવ્યા ન હોવાથી આ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.