આ કારણસર અંબાણી હાઉસમાં ઉમટ્યા બોલીવુડ સ્ટાર્સ… જુઓ કોણ કોણ પહોંચ્યું?

એશિયા તેમ જ ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને કોણ નથી ઓળખતું? કોઈ વિશેષ પરિચયનો મોહતાજ નથી આ પરિવાર… એવા આ અંબાણી પરિવારને ત્યાં ફરી એક વખત બોલીવુડ સ્ટાર્સનો મેળો લાગ્યો હતો.
અને આ વખતે આ સ્ટાર્સનો કુંભમેળો એટલે લાગ્યો હતો કારણ કે અંબાણી પરિવારે તેમના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી. આ નિમિત્તે બી ટાઉનના અનેક સેલેબ્સ ગણપતિ બાપ્પાના દર્શન માટે પહોંચ્યા હતા.
અંબાણી પરિવારને ત્યાં રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેથી લઈને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સહિત બી ટાઉનમાંથી ડ્રીમગર્લ તરીકે ઓળખાતા હેમા માલિની પણ તેમની દીકરી અને જમાઈ સાથે પહોંચ્યા હતા.
આ ઉપરાંત પ્રોડ્યુસર કરણ જોહર અને વિક્કી કૌશલ પણ બાપ્પાના દર્શન કરવા માટે અંબાણીના ઘરે પહોંચ્યા હતા. બંને પાપારાઝીને પોઝ આપ્યા હતા.
બોલીવૂડનો ચોકલેટી બોય તરીકે ઓળખાતો એક્ટર શાહિદ કપૂર પણ ટ્રેડિશનલ ડેશિંગ લૂકમાં બાપ્પાના દર્શન માટે પહોંચ્યો હતો. બી ટાઉનના સેલેબ્સની વાત થતી હોય અને એમાં રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા દેશમુખનું નામ ના આવે તો જ નવાઈ.

રિતેશ પણ પત્ની જેનેલિયા સાથે અંબાણી પરિવારમાં યોજાયેલા આ ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનમાં પહોંચ્યો હતો.

બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખાએ પણ ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનમાં સહભાગી થવા માટે અંબાણી હાઉસ પહોંચ્યા હતા અને હર હમેશની જેમ લાઈમ લાઈટ ચોરી લીધી હતી.
અજય દેવગણ અને ડિરેક્ટર રોહિત શેટ્ટી પણ ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનમાં પહોંચ્યા હતા અને પાપારાઝીને પોઝ આપ્યા હતા.