આમચી મુંબઈ

સાંજે ઘરમાં લગ્નનો પ્રસંગ છે અને Mukesh Ambaniના ઘર Antilia પર ઘેરાયા કાળા વાદળો…

મુંબઈઃ હેડિંગ વાંચીનને તમે પણ કંઈ પણ ઉંધુ-ચત્તુ વિચારી લો એ પહેલાં તમને જણાવી દઈએ કે આ તો અહીં વાત મુંબઈના કરન્ટ વેધરની થઈ રહી છે. ચાલો જાણીએ શું છે આખો ઘટનાક્રમ-

મુંબઈગરાઓ માટે આજનો શુક્રવાર ખૂબ જ શુકનિયાળ સાબિત થયો છે, કારણ કે સવારથી જ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતા દ્વારા પણ આગામી બે દિવસ સુધી મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન મુકેશ અંબાણીના મુંબઈ ખાતે આવેલા એન્ટિલિયા પર કાળા ડિબાંગ વાદળા મંડરાઈ રહ્યા છે.

શુક્રવારે સાંજે દેશના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Businessman Mukesh Ambani)ના નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) છે અને મુંબઈ ખાતે આવેલા તેમના નિવાસસ્થાન એન્ટિલિયા (Ambani Family Residence Antilia) પર કાળા-કાળા વાદળો ઘેરાયા છે.

શુક્રવારે સવારથી જ મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની ઘટના પણ બની હતી. આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા દીકરા અનંત અંબાણીના લગ્ન છે અને મેઘરાજા સ્વયં પણ આ લગ્નમાં હાજરી આપવા ધરતી પર પહોંચ્યા હોય એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : Grah Shanti Poojaમાં આ કોને જોઈને ઈમોશનલ થયા Mukesh Ambani?

હવામાન ખાતા દ્વારા પણ આજે અને આવતીકાલ માટે મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત પડી રહેલાં વરસાદને કારણે મુંબઈનો માહોલ ભલે ખુશનુમા લાગી રહ્યો હોય, પણ મુંબઈગરાનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker