આમચી મુંબઈ

અંબાણી પરિવારની કેટલીક પરંપરાઓ જેના પર દરેક મહિલાને થશે ગર્વ

ભારતીય સમાજમાં લગ્ન અેટલે બે પરિવારોનું મિલન, પરંતુ આજે પણ આપણા દેશમાં પિતા માટે પોતાની પુત્રીના લગ્ન કરવા એ આસાન વાત નથી. અહીં અમે બધાની વાત નથી કરતા, પરંતુ કેટલાક લોકો લગ્નનો સંપૂર્ણ બોજ છોકરીના માતા-પિતા પર નાખી દે છે. આટલું જ નહીં, જો કંઈક ખૂટતું હોય તો, છોકરીની સાથે સાથે તેના પરિવારના સભ્યોને પણ આખી જિંદગી મ્હેણાંટોણા સાંભળવા પડે છે. આવા લોકોએ અંબાણી પરિવાર પાસેથી ચોક્કસ બોધપાઠ લેવો જોઈએ. અનંત અંબાણીના પિતા અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ જૂની જટિલ પરંપરાઓને તોડીને સમાજને મોટો સંદેશ આપ્યો છે.

અંબાણી પરિવારે લગ્નની તમામ જવાબદારી પોતે ઉપાડી લીધી છે, એટલે કે કન્યા રાધિકા મર્ચન્ટના પિતા પર કોઈ બોજ નાખવામાં આવ્યો નથી. એવા અહેવાલો છે કે લગ્નનો સમગ્ર ખર્ચ અંબાણી પરિવાર ઉઠાવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે લગ્નના તમામ ફંક્શન મુંબઈ અથવા એન્ટિલિયામાં કે અંબાણીના જિયો કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ રહ્યા છે. હવે રાધિકાના પરિવારે ગૃહ શાંતિ પૂજાનું આયોજન કર્યું હતું, આ સિવાય સંગીત, મહેંદી બધું અંબાણી પરિવારની દેખરેખમાં થઈ રહ્યું છે.

આપણા સમાજમાં ઘણા લોકો પુત્રવધુને પોતાની દીકરી માનવાની વાત કરે છે, પરંતુ હકીકતમાં બધા એવું કરતા નથી આંગળીથી નખ વેગળા જ હોય છે, પરંતુ અંબાણી પરિવારે અનંત અને રાધિકાના સંબંધની શરૂઆતથી જ રાધિકાને તેમની દીકરી માની લીધી છે અને દરેક પ્રસંગમાં તેઓ રાધિકાને પોતાની સાથે રાખે છે.

તેમની પુત્રી ઇશા અંબાણીની જેમ જ તેઓ તેમની પુત્રવધુ રાધિકાને પ્રેમ કરે છે અને એને વહાલસોયી ગણે છે તેમની મોટી પુત્રવધુ શ્લોકાને પણ તેઓ ખૂબ જ પ્રેમથી રાખે છે. આ લગ્નમાં નીતા અંબાણીએ પોતાની નાની પુત્રવધુ રાધિકાને લાઈમલાઈટમાં રાખી છે. દરેક ફંક્શનમાં રાધિકા મર્ચન્ટ ને આગળ રાખવામાં આવી છે. દરેક વિધિમાં અને અંબાણી પરિવારની સાથે રાધિકા પણ આગળ પડતી ભાગ લઈ રહી છે.

લગ્ન પહેલા અંબાણી પરિવારે રાધિકાને ફેમિલી જ્વેલરી અને કપડા આપ્યા હતા. નીતા અંબાણીએ તેને પોતાના ઘરેણા પહેરવા આપ્યા હતા. ઈશા આકાશના લગ્નમાં રાધિકાએ ઈશાનો નેકલેસ પહેર્યો હતો જે તેમના બોન્ડને દર્શાવે છે અનંત-રાધિકાના લગ્ન પણ ખૂબ ખાસ છે. તેમના લગ્નના આમંત્રણ પત્રિકામાં અંબાણી પરિવારને મહિલાઓના નામ પુરુષો કરતાં પહેલાં લખવામાં આવ્યા છે જે ભાગ્ય જ જોવા મળે છે આનાથી દરેક સ્ત્રીને ગર્વ થાય એમ છે.

લગ્નમાં પૈસા ખર્ચવા કે નહીં, કે કેટલા ખર્ચવા એ દરેકનો પોતાનો અભિપ્રાય છે, પણ અંબાણી પરિવારે લોકોને એક સંદેશ ચોક્કસ આપ્યો છે કે તમારે તમારા શોખ પૂરા કરવા હોય તો બેશક કરો, પણ છોકરીના પરિવારને દેવામાં ડુબાડીને દુનિયાને તમારું ગૌરવ ના બતાવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button