Mukesh Ambani નહીં આ વ્યક્તિ પાસે છે 100 કરોડ રૂપિયાની કાર, નામ જાણીને ચોંકી ઉઠશો…

મુકેશ અંબાણી (Mukesh Ambani)ની ગણતરી દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાં કરવામાં આવે છે. મુકેશ અંબાણી અને આખા અંબાણી પરિવારની વૈભવી લાઈફસ્ટાઈલના કિસ્સા અનેક વખત આપણે વાંચ્યા કે સાંભળ્યા જ હશે. મુકેશ અંબાણીના કારના કલેક્શનમાં એકથી ચઢિયાતી એક મોંઘી અને લક્ઝુરિયસ કાર છે એટલે મોટાભાગને એવું લાગતું હશે કે મુકેશ અંબાણી પાસે જ સૌથી મોંઘી કાર હશે, પણ બોસ હકીકતમાં એવું નથી. ચાલો જોઈએ આખરે કોણ છે એ વ્યક્તિ કે જેમની પાસે મુકેશ અંબાણી કરતાં પણ મોંઘી કાર છે-
મુકેશ અંબાણી કારના ખૂબ જ શોખીન છે અને તેમનું કારનું કલેક્શન જોરદાર છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી નહીં પણ નીતા અંબાણી પાસે મોંઘી કાર છે. આ કાર છે ઓડી એ9 અને એની કિંમત 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઓડીની આ કાર આશરે 600 હોર્સપાવરના ધાસુ એન્જિન સાથે બજારમાં મૂકવામાં આવી છે.

વાત કરીએ આ કારની ખાસિયત વિશે તો આ કારના રંગને માત્ર એક બટન દબાવીને બદલાવી શકાય છે. આ કારનો પેન્ટ સ્કિમ ઈલેક્ટ્રિક રીતે તૈયાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આવી 11 કાર જ વેચાઈ શકી છે. આ કારમાં કંપની 4.0 લીટરનો વી8 એન્જિન આપ્યું છે અને આ એન્જિન 600 એચપીનો મેક્સ પાવર જનરેટ કરે છે. આ સિવાય આ કારમાં બે જ દરવાજા આપવામાં આવ્યા છે અને આ કારની લંબાઈ પાંચ મીટરની આસપાસ હોવાનું કહેવાય છે.
આ મોંઘી કારના વિંડશિલ્ડ અને રૂફ બંનેને એકમાં જ ઈન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. આ સિવાય આ લક્ઝરી કારમાં અનેક આધુનિક ફિચર્સ ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યા છે, જે કોઈ બીજી કારમાં જોવા નથી મળતા. આ કારને સ્પેનિશ ડિઝાઈનર ડેનિયલ ગાર્સીએ બનાવી છે. આ એક કોન્સેપ્ટ કાર છે, જેને એક શાનદાર ટુ-ડોર કૂપે તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ સિવાય આ કારમાં ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજી અને શાનદાર ઈન્ટિરિયર જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં અંબાણી પરિવાર જાણીતા ટેબલ ટેનિલ પ્લેયર મુદિત દાનીના લગ્નમાં પહોંચ્યો હતો અને ત્યાં પણ પરિવારના દરેક સભ્યએ પોતાના આઉટફિટથી લાઈમલાઈટ ચોરી લીધી હતી.