અમેરિકા-ઈન્ડિયા ટેન્શન વચ્ચે નીતા અંબાણી-મુકેશ અંબાણીએ લીધું મહત્ત્વનું પગલું?
Top Newsઆમચી મુંબઈ

અમેરિકા-ઈન્ડિયા ટેન્શન વચ્ચે નીતા અંબાણી-મુકેશ અંબાણીએ લીધું મહત્ત્વનું પગલું?

દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)એ અમેરિકા અને ભારતના ટેરિફ ટેન્શન વચ્ચે એક મહત્ત્વનું પગલું લીધું છે.

મળતી માહિતી મુજબ નીતા અને મુકેશ દ્વારા ન્યૂયોર્ક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ઈન્ડિયા વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ કાર્યક્રમની તારીખ લંબાવવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.

એનએમએસીસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અનિવાર્ય કારણ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં યોજાનારો કાર્યક્રમમાં હાલમાં મોકુફ રાખવામાં આવ્યો છે.

પરંતુ આ ફૂલ સ્ટોપ નહીં પણ અલ્પ વિરામ છે. ભવિષ્ય ફરીથી તેનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઈન્ડસ્ટ્રીના જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા અને જાણીતા સેલિબ્રિટી શેફ વિકાસ ખન્ના પણ ભાગ લેવાના હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે એનએમએસીસી દ્વારા બહાર પાડવામાં આવેલા આ નિવેદનને વર્તમાન સ્થિતિમાં અમેરિકા અને ઈન્ડિયા વચ્ચે ચાલી રહેલાં ટેરિફ ટેન્શનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ બાબતે કાર્યક્રમના મુખ્ય આયોજક નીતા અંબાણી દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

અંબાણી પરિવાર દ્વારા હાલમાં જ ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ દર વખત કરતાં આ સમયે આ ગણેશોત્સવની ચમક થોડી ઝાંખી પડેલી દેખાઈ હતી.

થોડાક દિવસ પહેલાં જ અંબાણી પરિવારના બિગ બોસ એટલે કે કોકિલાબેન અંબાણીની તબિયત ખરાબ થતાં તેમને એરલિફ્ટ કરીને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અંબાણી પરિવાર દ્વારા આ બાબતે પણ કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નહોતું આપવામાં આવ્યું કે ચોક્કસ કયા કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે આ સ્થિતિમાં આ ઈવેન્ટ કેન્સલ કરીને પણ અંબાણી પરિવારમાં બધું બરાબર છે કે નહીં એ મુદ્દે પણ સવાલો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો…ટાઈટ સિક્યોરિટી વચ્ચે આ કોણ પધાર્યું અંબાણી પરિવારના એન્ટિલિયામાં? વીડિયો થયો વાઈરલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button