મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર વેડફાયું, કારણ કે ખાતા વગરના પ્રધાનો ચૂપ રહ્યા: વિપક્ષ…
નાગપુર: વિરોધ પક્ષોએ શનિવારે એવો આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ફક્ત ઔપચારિકતા ખાતર યોજવામાં આવ્યું હતું કારણ કે ખાતા વગરના પ્રધાનો ખેડૂતો અને અન્ય લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી શક્યા ન હતા.
આ પણ વાંચો : બીએમસી ચૂંટણીમાં શિવસેના (યુબીટી) એમવીએથી અલગ: રાઉત
નાગપુરમાં સત્રના છઠ્ઠા અને અંતિમ દિવસે એક પત્રકાર પરિષદને સંબોધતા, વિધાન પરિષદના વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે સરકારે વિધાનસભામાં ફક્ત જૂની યોજનાઓ અને વચનોનું જ પુનરાવર્તન કર્યું હતું.
‘મહાયુતિ સરકાર 15 દિવસ પહેલા રચાઈ હતી અને પ્રધાનમંડળનો વિસ્તાર પણ કરવામાં આવ્યો હતો, છતાં હજુ સુધી ખાતાઓની ફાળવણી કરવામાં આવી નથી. આ સત્રમાં પ્રધાનો મંત્રાલયો વિના વિધાનસભામાં બેઠા હતા. આ સત્ર માત્ર એક ઔપચારિકતા હતી, એમ પણ દાનવેએ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો, કામદારો અને ઉદ્યોગોને આશ્ર્વાસન આપવામાં નિષ્ફળ ગઈ હતી.
પરભણી શહેરમાં બંધારણની પ્રતિકૃતિનું અપમાન, ન્યાયિક કસ્ટડીમાં આરોપીનું શંકાસ્પદ મૃત્યુ, બીડમાં સરપંચની હત્યા અને કલ્યાણમાં મરાઠી પરિવાર પર હુમલાના સંદર્ભમાં દાનવેએ કહ્યું હતું કે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે.
બીડની ઘટનાનો મુખ્ય આરોપી ફરાર છે, જ્યારે મહારાષ્ટ્રના લોકો જાણે છે કે તેને કોણ બચાવી રહ્યું છે, એમ દાનવેએ એનસીપીના એક પ્રધાન પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહ્યું હતું.
તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે સરકારે કપાસ, સોયાબીન અને ડાંગરના ખેડૂતોની દુર્દશા દૂર કરવા માટે કોઈ પગલાં જાહેર કર્યા નથી.
સત્રમાં રજૂ કરાયેલી પૂરક માંગણીઓ નિયમિત ખર્ચ માટે હતી. વિકાસ કાર્યો હાથ ધરવા માટે કોઈ પૈસા ફાળવવામાં આવ્યા ન હતા. સરકારે વિદર્ભ પ્રદેશ માટે સિંચાઈ પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી પરંતુ કોઈ ભંડોળ આપ્યું નહોતું, એમ દાનવેએ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે વિપક્ષી પક્ષોએ રાજ્ય સંચાલિત એમએસઆરટીસી (એસટી)માં ભ્રષ્ટાચાર અને બોગસ દવાઓના કૌભાંડ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું હતું કે, વિપક્ષે સત્ર દરમિયાન ખેડૂતો, ફુગાવા અને કથળતી કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે નવા નિયુક્ત થયેલા 65 ટકા પ્રધાનો દાગી છે.
તેમણે એવો સવાલ કર્યો હતો કે શું પરભણી ઘટના રાજ્ય દ્વારા ‘પ્રાયોજિત’ હતી?
‘મુખ્ય પ્રધાને વિધાનસભામાં આપેલા જવાબથી એવું લાગતું હતું કે તેઓ બીડ અને પરભણીની ઘટનાઓના આરોપીઓને બચાવી રહ્યા છે. તેઓ તેમના વકીલ જેવા લાગતા હતા,’ એવો આરોપ કોંગ્રેસના નેતાએ લગાવ્યો હતો.
આ પણ વાંચો : ૧૨ લોકોની ક્ષમતાની બોટથી બચ્યાં ૫૭ જણનાં જીવ પાયલટ કૅપ્ટને પોતાના અનુભવથી આ સાહસ કરી દેખાડ્યું…
સરકારે કહ્યું હતું કે તેઓ ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરશે, પરંતુ પોતાનો શબ્દ પાળ્યો નહીં, એમ પણ પટોલેએ કહ્યું હતું.