આમચી મુંબઈ
અદ્ભુત અનુભૂતિ:
મકરસંક્રાંતિના દિવસે સામાન્ય રીતે મુંબઈગરાની આંખો આકાશમાં રંગબેરંગી પતંગો જોવા માટે આકાશમાં મંડાતી હોય છે, પરંતુ રવિવારના દિવસે કશુંક નવું જોવા મળ્યું હતું. દક્ષિણ મુંબઈના ગિરગાંવ ચોપાટીથી લઈને એનસીપીએ સુધીના મરીન ડ્રાઈવ પર હજારોની સંખ્યામાં મુંબઈગરા ઉમટી પડ્યા હતા કેમ કે એર ફોર્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો એર-શો. આમ તો આવો એર-શો વર્ષોથી આયોજિત કરવામાં આવે છે, પરંતુ આ વખતે મુંબઈગરાનો ઉત્સાહ અલગ જ જોવા મળ્યો હતો. આકાશમાં એર ફોર્સના વિમાનો દ્વારા બનાવવામાં આવેલા ફોર્મેશન અને કરવામાં આવેલા કરતબને જોઈને મુંબઈગરા મંત્રમુગ્ધ થઈ ગયા હતા. (અમય ખરાડે)