એપીએમસીમાં વિદેશી માલાવી હાપુસની આવક ઘટી
હાપુસ કહીએ એટલે રત્નાગીરી, દેવગઢ હાપુસની મીઠાશ યાદ આવી જાય છે. દેવગઢની હાપુસ તેની મીઠાશ માટે પ્રખ્યાત છે. કોંકણની હાપુસ કેરી જેવા જ સ્વાદ, રંગ અને સુગંધ ધરાવતી વિદેશી માલાવી હાપુસ કેરીનો સ્વાદ પણ માણવા જેવો છે. તેની માંગ દિવસેને દિવસે વધી રહી છે.
માલાવીમાં ૬૦૦ હેક્ટર જમીનમાં આ હાપુસ કેરીની ખેતી કરવામાં આવી છે. ૧૩ વર્ષ પહેલા રત્નાગીરીથી ૪૦ હજાર હાપુસ કેરીના રોપા માલાવી લઈ જવામાં આવ્યા હતા. માલાવીની આબોહવા કોંકણ જેવી જ ગરમ અને ભેજવાળી હોવાથી ત્યાં પણ કેરીનું ઉત્પાદન સારું થાય છે. તેથી ગ્રાહકો દેશી હાપુસની જેમ વિદેશી હાપુસનો પણ સ્વાદ માણી રહ્યા છે.
એપીએમસી માર્કેટમાં દેશી હાપુસની સિઝન ફેબ્રુઆરીમાં શરૂ થાય છે. પરંતુ તે પહેલા આફ્રિકન માલાવી હાપુસ નવેમ્બરના અંત સુધીમાં વાશીની મુંબઈ કૃષિ પેદાશ બજાર સમિતિમાં આવે છે. પરંતુ આ વર્ષે માલવી હાપુસ એક દિવસના વિલંબ બાદ બજારમાં આવી છે. આ વર્ષે માલાવી હાપુસની સિઝન ડિસેમ્બરના અંત સુધી રહેશે.
આ પણ વાંચો :જુન્નરની જાણીતી હાફૂસ કેસીને GI ટેગ
ગત વર્ષે અત્યાર સુધીમાં ૩૦૦૦ બોક્સ બજારમાં આવ્યા હતા પરંતુ આ વર્ષે બજારમાં ૧૨૦૦ બોક્સ જ આવ્યા હોવાથી ત્રણ કિલોના બોક્સની બજાર કિંમત ૨૨૦૦-૫૦૦૦ હજાર રૂપિયા છે. આ વર્ષે માલાવી હાપુસનું ઉત્પાદન ૫૦% છે. જેના કારણે આવક ઘટશે અને નાની સાઈઝની હાપુસ વધુ આવી રહી છે, તેમ ફ્રુટ માર્કેટના ડાયરેક્ટર સંજય પાનસરેએ જણાવ્યું હતું.