આમચી મુંબઈ

ચર્ની રોડની મહિલા હોસ્ટેલના રિડેવલપમેન્ટ માટે ₹ ૮૯ કરોડની ફાળવણી

મુંબઈ: મુંબઈના ચર્ની રોડ સ્થિત સાવિત્રીબાઈ ફૂલે મહિલા હોસ્ટેલના વ્યાપક નૂતનીકરણ માટે રાજ્ય સરકારે ૮૯ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવાનો નિર્ણય લીધો છે. હાલની ઈમારતની કથળતી અવસ્થા અંગે રહેવાસીઓ તરફથી કેટલાક મહિનાઓથી સતત આવતી ફરિયાદો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા એકાદ વર્ષથી હોસ્ટેલ જર્જરિત અવસ્થામાં છે અને એમાં સગવડનો પણ અભાવ છે. જૂન મહિનામાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ દુર્ઘટનાને પગલે મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતાના દેખરેખ હેઠળ આવતી ચર્ની રોડની હોસ્ટેલ સહિત ૧૧૦ અન્ય હોસ્ટેલોની અવસ્થાની જાણકારી લેવામાં આવી હતી. બુધવારે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતા દ્વારા સરકારી ઠરાવ જારી કરવામાં આવ્યો હતો. એ ઠરાવમાં હોસ્ટેલની નવી ઈમારતના બાંધકામ માટે ભંડોળ મંજૂર કરવામાં આવ્યું હતું. પ્રસ્તાવિત પુનર્વિકાસમાં આઠ માળની ઈમારત ઊભી કરવામાં આવશે જેમાં ૧૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકશે. સલામતીની વ્યવસ્થાને પ્રાધાન્ય આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button