આમચી મુંબઈ

અતિક્રમણો હટાવવા તમામ સરકારી યંત્રણાઓ એકત્ર કામ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરમાં ઠેર-ઠેર ઊભા થઈ ગયેલા અતિક્રમણો હટાવવા માટે વિવિધ સરકારી ઍજેન્સીઓએ આપસમાં સમન્વય સાધીને કાર્યવાહી કરવી અને પોલીસ પ્રશાસને પણ અતિક્રમણ નિર્મૂલનની કાર્યવાહી દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરી આપવો એવો એવો નિર્દેશ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે આપ્યો છે. હાઈ કોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકારે બનાવેલી અતિક્રમણ નિર્મૂલન (સ્થાયી) સમિતિની બેઠક મંગળવાર, ૧૨ સપ્ટેમ્બરના પાલિકા મુખ્યાલયમાં કમિશનર ઈકબાલસિંહ ચહલના નેતૃત્વમાં યોજાઈ હતી. અતિક્રમણ નિર્મૂલનની કાર્યવાહીની તમામ માહિતી અને વિગતો યોગ્ય રીતે સાચવી રાખવી, જેથી કરીને ભવિષ્યમાં તપાસ અને કોર્ટના કામકાજ માટે આ માહિતી મહત્ત્વપૂર્ણ બની શકે છે એવી સલાહ પણ આ દરમિયાન કમિશનરે આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button