આમચી મુંબઈ

પૂણેની ગોખલે સંસ્થાના વાઇસ ચાન્સેલર પદેથી અજિત રાનડેની હકાલપટી

પૂણેઃ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અજીત રાનડેને શનિવારે પૂણેની પ્રખ્યાત ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ (GIPE) ના વાઇસ ચાન્સેલર તરીકે હટાવી દેવામાં આવ્યા હતા. નિમણૂકમાં અનિયમિતતાની ફરિયાદોની તપાસ કરનાર ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટી (FFC)ના અહેવાલને પગલે તેમની હકાલપટી
કરવામાં આવી છે.

રાનડેની નિમણૂક યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના ધોરણોનું ઉલ્લંઘન કરે છે, એવા આક્ષેપો થયા બાદ GIPEએ આ બાબતની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ અહેવાલ રજૂ કર્યા બાદ તેમની હકાલપટી કરવામાં આવી હતી. સંસ્થાએ રાનડેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સમિતિનો અભિપ્રાય છે કે તેમની ઉમેદવારી UGC માર્ગદર્શિકા મુજબ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતી નથી, તેથી તેમને પદ પરથી દૂર કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા રાનડેએ એક નિવેદનમાં કહ્યું હતું કે તે ખરેખર એક દુર્ભાગ્યપૂર્ણ અને આઘાતજનક નિર્ણય છે.

આ નિર્ણય અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં રાનડેએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા અઢી વર્ષથી હું મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ ખંતપૂર્વક કામ કરી રહ્યો છું અને સંસ્થાના સકારાત્મક વિકાસમાં યોગદાન આપી રહ્યો છું. આ કામોની સદંતર ઉપેક્ષા કરવામાં આવી હોવાનું જણાય છે.

નોંધનીય છે કે રાનડે GIPEના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ભૂતપૂર્વ સભ્ય હતા. સંસ્થામાં વાઈસ ચાન્સેલર તરીકે જોડાતા પહેલા તેઓ આદિત્ય બિરલા ગ્રૂપના કાર્યકારી પ્રમુખ અને મુખ્ય અર્થશાસ્ત્રી હતા. તેમની 32 વર્ષની કારકિર્દીમાં તેમણે શૈક્ષણિક અને કોર્પોરેટ ક્ષેત્રે યોગદાન આપ્યું છે.

26 જૂનના રોજ, UGC એ GIPEના ભૂતપૂર્વ ફેકલ્ટી સભ્ય મુરલી કૃષ્ણાની 19 ડિસેમ્બર, 2023ની ફરિયાદ પર કાર્યવાહી કરી હતી અને GIPEના તત્કાલિન ચાન્સેલર રાજીવ કુમારને એક પત્ર મોકલ્યો હતો જેમાં રાનડે સામે શું પગલાં લેવાયા તેનો અહેવાલ માંગ્યો હતો. કૃષ્ણાએ તેમની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે રાનડેની નિમણૂક પાત્રતાના નિયમોનું ઉલ્લંઘન કરે છે જેમાં ઉમેદવારને પોસ્ટ માટે પ્રોફેસર તરીકે ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. કેટલાક વિદ્યાર્થીઓ વતી છેલ્લા બે વર્ષથી રાનડેની નિમણૂકનો વિરોધ કરી રહેલા એડવોકેટ કૌસ્તુભ પાટીલે જણાવ્યું હતું કે, ”કેટલાક પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ રાનડેની નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો છે, કારણ કે તેઓ પ્રોફેસર તરીકે 10 વર્ષના અનુભવની UGCની જરૂરિયાતને પૂર્ણ કરતા નથી. આરટીઆઈની માહિતી અનુસાર, રાનડે પાસે આ ભૂમિકા માટે જરૂરી શૈક્ષણિક લાયકાતનો અભાવ છે.”

Also Read –

Show More

Related Articles

Back to top button
પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period… દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત?