Fadnavis : ધનંજય મુંડે પર અજિત પવારનો નિર્ણય ફાઈનલ...

ધનંજય મુંડે પર અજિત પવારનો નિર્ણય ફાઈનલ: ફડણવીસ…

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેના રાજીનામાની માગણી જોર પકડી રહી છે ત્યારે આખો મામલો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની કોર્ટમાં નાખતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું હતું કે પ્રધાનમંડળમાં ધનંજય મુંડેના સ્થાન અંગેનો નિર્ણય અજિત પવારનો રહેશે.

Also read : રાજ્યમાં જીબીએસનું સંક્રમણ વધ્યુંઃ દૂષિત પાણી જવાબદાર હોવાની ડોક્ટરોને શંકા…

અજિત પવાર જે વલણ અપનાવશે તે અંતિમ રહેશે એમ ફડણવીસે દિલ્હીમાં એક રેલી સંબોધ્યા બાદ પત્રકારોને કહ્યું હતું.
મસ્સાજોગ ગામના સરપંચની હત્યા સાથે સંકળાયેલા ખંડણીના કેસમાં ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડની ધરપકડ બાદ રાજીનામાની માગણી જોર પકડી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કે સામાજિક કાર્યકર્તા અંજલી દમાણિયાએ એનસીપીના વડા અજિત પવારને મળીને મુંડે અને કરાડ વચ્ચેના સંબંધો દર્શાવતા કેટલાક દસ્તાવેજો સોંપ્યા બાદ અજિત પવારે જણાવ્યું હતું કે દોષી હશે તેમની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.

ધનંજય મુંડે અને હું સવારે કેબિનેટની બેઠકમાં મળ્યા હતા. તેઓ પ્રધાન છે અને અમારી મુલાકાત અંગે કશું જ ખાનગી નથી. તેઓ મને ગમે ત્યારે મળી શકે છે, એમ તેમણે મુલાકાત અંગેની ચર્ચાનો જવાબ આપતાં કહ્યું હતું.

અજિત પવારે તેમના રાજીનામા અંગે નિવેદન આપ્યું છે. અજિત પવારનું જે વલણ હશે તે અંતિમ રહેશે, એમ ફડણવીસે કહ્યું હતું.

Also read : દસમા-બારમાની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓ બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી

તેમણે શિવસેના (યુબીટી) પર વક્ફ સુધારા ખરડાનો વિરોધ કરીને તુષ્ટિકરણની રાજનીતિ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

Back to top button