અજિત પવાર લડશે બારામતીથી, 38 ઉમેદવારની પહેલી યાદી જાહેર

મુંબઈઃ એનસીપીના અજિત પવાર જૂથની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી સાથે જ અજિત પવાર ક્યાંથી લડશે તેવા સવાલોનો પણ જવાબ મળી ગયો છે. યાદીમાં અજિત પવાર બારામતીથી જ લડશે તેમ જણાવાયું છે. બારામતી લોકસભા બેઠક પર અજિત પવારના પત્ની સુનયના પવાર ને હારનો સામનો કરવો પડ્યો હતો અને તેમની વિધાનસભા બેઠક પર પણ તેમને ઓછા મત મળ્યા હતા. આથી આ બેઠક પર તેઓ લડશે કે કેમ તેવી અટકળો વહેતી થઈ હતી, જેને પૂર્ણવિરામ લાગી ગયું છે.
પહેલી યાદીમાં પવાર ઉપરાંત વરિષ્ઠ નેતા છગન ભુજબળનું નામ છે, તેઓ યેવલા બેઠક પરથી ચૂંટણી લડશે. આ ઉપરાંત મુંબ્રા-કળવાથી નજીબ મુલ્લાને ટિકિટ આપવામાં આવી છે, જે એનસીપી (શરદ પવાર)ના જિતેન્દ્ર આહ્વાડને ટક્કર આપશે.
Also Read – રાજ ઠાકરે એક્શન મોડમાં, 48 ઉમેદવારના નામ કરી દીધા જાહેર
અત્યાર સુધીમાં મહાયુતીના ત્રણેય પક્ષે પોતાની એક એક યાદી બહાર પાડી છે. સૌ પ્રથમ ભાજપે 99, શિંદેસેનાએ 45 અને ત્યારબાદ અજિત પવાર-એનસીપીએ 39 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે.
હજુસુધી મહાવિકાસ આઘાડીના એક પણ પક્ષની યાદી બહાર પડી નથી. મનસેએ 48 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.