આમચી મુંબઈમહારાષ્ટ્ર

બધા ફડણવીસ-શિંદેમાં બિઝી છે ત્યાં અજિત પવારે કરી નાખ્યો ખેલ…

મુંબઇઃ મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિએ પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. ત્યાર બાદ સીએમ પદને લઇને થઇ રહેલી ભાંજગડ અને મડાગાંઠનો પણ હવે ઉકેલ આવી ગયો છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વાર મુખ્ય પ્રધાન બનવા જઇ રહ્યા છે. તો અજિત પવાર પણ છઠ્ઠી વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન બનીને ઇતિહાસ રચવા જઇ રહ્યા છે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે હજી સુધી એ નક્કી નથી કે એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન પદના શપથ લેશે કે નહીં. એમ પણ સાંભળવા મળ્યું છે કે શિંદેને રિઝવવાના પ્રયાસો જારી છે. બધાની નજર હાલમાં એકનાથ શિંદે અને ફડણવીસ પર છે ત્યારે અજિત પવાર ચૂપચાપ ખેલા કરવાના મૂડમાં છે. અજિત પવાર શાંતિથી બેસી રહેવાના મૂડમાં નથી. તેમના મગજમાં અનેક યોજનાઓ ચાલુ છે, જેનો તેમણે અમલ પણ શરૂ કરી દીધો છે.

રાજ્યમાં મુખ્ય પ્રધાન પદનું સસ્પેન્સ ખતમ થયા બાદ હજી પણ અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી શકે છે. આધારભૂત સૂત્રો જણાવે છે કે શરદ પવારના ઘણા સાંસદો પક્ષ બદલીને અજિત પવાર સાથે જોડાઈ શકે છે. NCP અજિત પવાર જૂથે શરદ પવારની પાર્ટીના સાંસદોને પોતાની બાજુમાં લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આ કામ માટે પાર્ટીની એક વરિષ્ઠ મહિલા નેતાને સાંસદોનો સંપર્ક કરવાની જવાબદારી આપવામાં આવી છે, એમ પણ જાણવા મળ્યું છે. અને કેટલા સાંસદો અને નેતાઓ તેમના સંપર્કમાં આવે છે. લોકસભા ચૂંટણીમાં અજિત પવારનો માત્ર એક જ સાંસદ ચૂંટાયો હતો, હવે એવું માનવામાં આવે છે કે શરદ પવારના જૂથના ઘણા સાંસદો અજિત પવાર જૂથમાં સામેલ થઇ શકે છે.

Also Read – ફડણવીસે શપથ સમારોહ પહેલા માતાને આપી કિંમતી ભેટ

અનસીપી અજિત પવાર જૂથના અમોલ મીટકરીએ તો સોશિયલ મીડિયા પર આડકતરી રીતે સંકેત આપતા રોહિત પવારને ખુલ્લો ટોણો મારતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તમે લોકશાહી બચાવવાની મોટી મોટી વાતો કરી રહ્યા છો અને તમારી પાર્ટીના સાંસદો અને વિધાન સભ્યો પક્ષ બદલવાની વેતરણમાં છે. તેઓ અમારા પક્ષના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે.
એમ લાગી રહ્યું છે કે અજિત પવાર કોઇ મોટો ખેલ કરવાની તૈયારીમાં છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button