આમચી મુંબઈમહારાષ્ટ્ર

શરદ પવારની પરવાનગીથી જ અજિત પવારે શપથ લીધા હતા

એનસીપીના વિધાનસભ્યોની અપાત્રતા પિટિશનની સુનાવણીમાં સુનિલ તટકરેનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એનસીપીના વિધાનસભ્યોની અપાત્રતાની પિટિશનની સુનાવણી ગુરુવારે વિધાનભવનમાં કરવામાં આવી રહી હતી ત્યારે એનસીપીના અજિત પવાર જૂથના મહારાષ્ટ્ર અધ્યક્ષ સુનિલ તટકરેની ઉલટતપાસ કરવામાં આવી ત્યારે તેમમે એવો ચોંકાવનારો દાવો કર્યો હતો કે અજિત પવારે 2019માં ભાજપની સાથે સરકાર બનાવવા માટે જે શપથ ગ્રહણ કર્યા હતા તે શરદ પવારની સહમતીથી જ લેવામાં આવેલો નિર્ણય હતો.

અજિત પવાર જૂથ તરફથી વીરેન્દ્ર તુળજાપુર દલીલ કરી રહ્યા હતા, જ્યારે શરદ પવાર જૂથ તરફથી શરણ જેથિયાની દલીલ કરી રહ્યા હતા. ગુરુવારે સાક્ષી દરમિયાન શરદ પવારની હાજરી અત્યંત મહત્ત્વની હતી. સુનિલ તટકરેએ પોતાના સોગંદનામામાં શરદ પવાર કેટલાક લોકોની જ વાતો સાંભળે છે અને મનમાની પદ્ધતિએ કારભાર કરે છે, તેથી જ અમારે અલગ નિર્ણય લેવો પડ્યો એવો દાવો કર્યો હતો.

શરદ પવાર જૂથના વકીલે તટકરેને એવો સવાલ કર્યો હતો કે 2019માં ભાજપની સાથે સરકારનું ગઠન ન કરવું જોઈએ એવો મત શરદ પવાર ધરાવતા હતા અને પાર્ટીના અનેક નેતાઓ તેમની સાથે સહમત હતા? ત્યારે તટકરેએ કહ્યું હતું કે 2019માં એવી સ્થિતિ જ નહોતી. અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસની સાથે સરકાર સ્થાપન કરવા માટે શપથ ગ્રહણ કર્યા તે શરદ પવારની મંજૂરીથી જ કરવામાં આવ્યા હતા.

પક્ષમાં શરદ પવાર સામે 2014તી અસંતોષ હતો અને તે 2019માં વધ્યો હતો એવો દાવો પણ તેમણે કર્યો હતો.
તેમણે એવી કબૂલાત પણ કરી હતી કે આ અગાઉ ક્યારેય તેમણે પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલની કાર્યપદ્ધતિ અંગે સવાલ ઉપસ્થિત કર્યો નહોતો. તેમણે એમ પણ કબૂલ કર્યું હતું કે તેમના લોકસભાની ચૂંટણીના એબી ફોર્મ પર જયંત પાટીલની જ સહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button