આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

Maharashtraમાં ભાજપના રકાસ માટે અજિત પવાર જવાબદારઃ સંઘની ઝાટકણી

મુંબઈઃ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત અને સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના નબળા દેખાવ મામલે વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને ભાજપની બરાબરની ઝાટકણી કાઢવામાં આવી છે.

લોકસભા ચૂંટણીમાં (Loksabha election) મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ભાજપે ભારે નુકસાન વહોરવું પડ્યું છે. ભાજપની આ હારનું પાર્ટી સ્તરે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, ભાજપની માતૃ સંસ્થા કહેવાતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS (આરએસએસ)એ મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર ટીકાનો વરસાદ કરી નાખ્યો છે. જોકે આ નિર્ણયો મહારાષ્ટ્ર ભાજપ દ્વારા નહીં પણ કેન્દ્રની નેતાગીરી દ્વારા લેવામાં આવ્યા હોઈ, આ સમગ્ર પક્ષની ટીકા છે. મહારાષ્ટ્રમાં ભાજપના ખરાબ પ્રદર્શન માટે શિવસેના અને એનસીપીના પક્ષને તોડવા અને ખાસ કરીને અજિત પવાર (Ajit Pawar) અને તેમના બળવાખોર વિધાનસભ્યોને ભાજપમાં સામેલ કરવાને સૌથી ખોટું પગલું ગણાવવામાં આવ્યું છે.

Read This…

2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 2024માં મહારાષ્ટ્રમાં ભાજપને ભારે નુકસાન થયું છે. આ ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેનાને સાત અને અજિત પવારની એનસીપીને એક બેઠક મળી છે. કોઈ પણ નેતાનું નામ લીધા વિના સંઘના રતન શારદાએ કહ્યું કે ભાજપે કોંગ્રેસના એક એવા નેતાને પાર્ટીમાં સામેલ કર્યા જેણે ભગવા આતંકવાદ વિશે ખુલ્લેઆમ નિવેદનો આપ્યા હતા. તેમણે 26/11ને આરએસએસનું કાવતરું ગણાવ્યું હતું. આરએસએસને આતંકવાદી સંગઠન પણ કહેવામાં આવતું હતું. આનાથી RSS સમર્થકોને ઘણું નુકસાન થયું. ભાજપમાં જોડાયેલા આ નેતાઓએ પોતાના નિવેદન માટે ન તો દિલગીરી વ્યક્ત કરી કે ન તો માફી માંગી. મહારાષ્ટ્રમાં આ પગલાથી ઘણા વર્ષોથી કોંગ્રેસની વિચારધારાનો વિરોધ કરનારા સાચા ભાજપ સમર્થકને દુઃખ થયું છે. ભાજપ પાર્ટી વિથ ડિફરન્સ હોવાનો દાવો કરે છે, પરંતુ મહારાષ્ટ્ર ભાજપે આ પ્રમાણે કર્યું નથી.

અજિત પવારને સાથે લાવીને ભાજપે પોતાની બ્રાન્ડ વેલ્યુ ઘટાડી દીધી છે. જેના કારણે મહારાષ્ટ્રમાં પાર્ટીને ઝટકો લાગ્યો છે. ભાજપ અને શિંદેની શિવસેના પાસે બહુમતી હતી, તો અજિત પવારને લેવાની શું જરૂર હતી? એવો પ્રશ્ન પણ લેખમાં પૂછવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ એવા ભ્રમમાં છે કે માત્ર તેઓ જ રાજકીય સત્ય જાણે છે. ભાજપે ચૂંટણીમાં સહકાર આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનો પણ સંપર્ક કર્યો ન હતો અને નિઃસ્વાર્થપણે કામ કરતા જૂના સમર્પિત કાર્યકરોની અવગણના કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

મુખપત્રએ ભાજપને અરીસો દેખાડ્યો છે. જે કામ લોકસભાની ચૂંટણીમાં થયું છે. તેની સ્થિતિ ટાંકવામાં આવી છે. આયારામ ગયારામને લઈને ભાજપે રાજ્યમાં પોતાનું વર્ચસ્વ ઘટાડ્યું છે. ભાજપ હવામાં હતો. મેદાન પરના કાર્યકરો અને ટીમનો સંપર્ક થયો ન હતો. ચૂંટણી સામે મોદીનો ચહેરો રાખીને ચૂંટણી લડવામાં આવી એ ભૂલ છે, તેવો મત પણ આરએસએસએ વ્યક્ત કર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ