પક્ષનું નામ અને ચિહ્ન ગયા બાદ શરદ પવાર કરી રહ્યા છે વળતા પ્રહારની તૈયારી
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે Sharad Pawarને ઝટકો આપ્યો છે અને પક્ષનું નામNCP અને ચિહ્ન ઘડિયાળ અજિત પવારના જૂથને આપવાની જાહેરાત કરી છે. જોકે શરદ પવાર લડી લેવા મટે જાણીતા છે અને તેઓ શાંત બેસે તેમ નથી તે સૌ કોઈ જાણે છે ત્યારે પવારે ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. શરદ પવારના જૂથની એક બેઠક મલી હતી અને તેમાં પાર્ટીના નવા નામ અને ચિહ્ન અંગે પણ ચર્ચા થઈ હતી. 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી હોવાથી પક્ષે નવું નામ અને ચિહ્ન સૂચવવાના છે, જે માટે આજે દિલ્હી ખાતે ચૂંટમી પંચની ઓફિસમાં પવાર સહિતના નેતાઓ જાય તેવી સંભાવના છે.
ગઈકાલે ચૂંટણી પંચના નિર્ણય બાદ રાજ્યના રાજકારણમાં ફરી હલચલ મચી ગઈ છે. શિવસેના બાદ હવે એનસીપીએ પક્ષનું નામ અને ચિહ્ન ગૂમાવવાનો વારો આવ્યો છે. ચૂંટણી પંચે મંગળવારે અજિત પવારના જૂથને NCP તરીકે જાહેર કર્યું હતું. પંચે અજિત પવારના જૂથને પક્ષનું નામ અને ચૂંટણી ચિન્હ ઘડિયાળફાળવી દીધું છે.
આ અંગે મળેલી બેઠક બાદ સુપ્રિયા સુળેએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાર્ટીના નવા નામ અને ચૂંટણી ચિન્હને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે બપોરે 3 વાગ્યા સુધી ચૂંટણી પંચને જવાબ આપીશું.
મળતી માહિતી મુજબ આ બેઠકમાં રાજ્યસભાના સભ્યો વંદના ચૌહાણ, જિતેન્દ્ર અવદ, ફૈઝિયા ખાન અને સુપ્રિયા હાજર હતા. આજે સાંજે 4 વાગ્યે ચૂંટણી પંચ તેના સંભવિત પક્ષના નામ અને ચૂંટણી ચિન્હો માટે વિકલ્પો આપી રહ્યું છે. આ વિકલ્પમાં ઉગતો સૂરજ, અને ચશ્મા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.