જયંત પાટીલના ભત્રીજાના ઘરે અજિત પવારનું રાત્રિભોજન અને બંધ બારણે ચર્ચા કાકાની ચિંતામાં થયો વધારો...

જયંત પાટીલના ભત્રીજાના ઘરે અજિત પવારનું રાત્રિભોજન અને બંધ બારણે ચર્ચા કાકાની ચિંતામાં થયો વધારો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: હંમેશા એવી ચર્ચા થાય છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવાર અને જયંત પાટીલ વચ્ચે સંબંધો બહુ સારા નથી, પરંતુ હવે અજિત પવારે એક નવી રાજકીય રમત રમી છે. શરદ પવારની પાર્ટીના નેતા અને જયંત પાટીલના ભત્રીજા, ભૂતપૂર્વ પ્રધાન પ્રાજક્ત તનપુરેના ઘરે અજીત પવારે બંધ બારણે ચર્ચા કરી હતી. આનાથી પ્રાજક્ત તનપુરેના મામા જયંત પાટીલનો ઉત્સાહ વધ્યો છે.

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અહિલ્યાબાઈ નગર જિલ્લાની એક દિવસની મુલાકાતે હતા. વિવિધ વિકાસ કાર્યોને લઈને અજિત પવાર રાહુરી વિધાનસભા ક્ષેત્રમાં પણ પહોંચ્યા હતા. અત્યારે, ભાજપના નેતા શિવાજીરાવ કર્ડિલે આ મતદારસંઘમાંથી વિધાનસભા ચૂંટણી 2024માં જીતી ગયા છે. તેમણે જયંત પાટીલના ભત્રીજા પ્રાજક્ત તનપુરેને હરાવ્યા હતા. પ્રાજક્ત તનપુરે હાલમાં શરદ પવારની પાર્ટીમાં છે અને મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ કામ કરી ચૂકી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, જયંત પાટીલ મહાયુતિમાં જોડાશે એવી ચર્ચા થઈ રહી છે, પરંતુ રાજકીય વર્તુળોમાં એવી પણ ઘણી ચર્ચા છે કે જયંત પાટીલના પક્ષપ્રવેશમાં કોઈક રીતે અજિત પવારે જ અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે અજિત પવારે તનપુરેના ઘરે જઈને મુલાકાત કરી હતી. તનપુરેના પિતા ભૂતપૂર્વ સાંસદ છે અને શરદ પવાર સાથે પણ કામ કરી ચૂક્યા છે. અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવારની આ પારિવારિક મુલાકાત ભવિષ્ય માટે એક અલગ રાજકીય એજન્ડા હોઈ શકે છે.

શરદ પવારની પાર્ટીમાં ઘણા નેતાઓને અજિત પવાર પોતાની પાર્ટીમાં લઈ રહ્યા છે. અજિત પવાર આગામી દિવસોમાં ભાજપ અને શિવસેના સામે કઠિન પડકાર ઊભો કરવાની તૈયારીઓ કરી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેવી જ રીતે, તનપુરેના ઘરે રાત્રિભોજનની મીટિંગ આવા જ હેતુ માટે યોજાઈ હતી એવું માનવામાં આવી રહ્યું છે અને રાજકીય મુદ્દાઓ પર અડધો કલાક ચર્ચા થઈ હતી.

અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે તનપુરેને પોતાની પાર્ટીમાં ખેંચી લેવાની તૈયારીઓ અજિત પવાર તરફથી કરવામાં આવી રહી છે. આ જિલ્લામાં ભાજપના વધી રહેલા પ્રભાવને રોકવાનો આની પાછળ હેતું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

આને કારણે, ભવિષ્યમાં અજિત પવાર તનપુરેને પોતાની પાર્ટીમાં લેશે કે નહીં તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. એક તરફ, મામા જયંત પાટીલનો પક્ષ પ્રવેશ રોકવામાં આવી રહ્યો છે અને બીજી તરફ ભાણેજને પક્ષમાં લેવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે આ બધા પાછળ કેવું રાજકારણ રમાઈ રહ્યું છે એવી ચર્ચા જિલ્લામાં ચાલી રહી છે.

આ પણ વાંચો…પુણેમાં રેવ પાર્ટીમાં એકનાથ ખડસેના જમાઈની ધરપકડ: પોલીસ કાર્યવાહીમાં કશું ખોટું કરાયું નથી અજિત પવારનું નિવેદન

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button