આમચી મુંબઈ

અજિત પવારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે તૈયારીઓનો તાગ મેળવ્યો

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વડા અજિત પવારે સોમવારે મુંબઈમાં તેમના પક્ષના જિલ્લા અને બ્લોક સમિતિઓ સાથે બેઠકો યોજી હતી અને સંગઠનને મજબૂત બનાવવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીનો તાગ મેળવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વર્તમાન સંગઠનાત્મક માળખાની સમીક્ષા કરવા, સ્થાનિક પડકારોને ઓળખવા અને રાજ્ય અને જિલ્લા નેતૃત્વ વચ્ચે સંકલન સુધારવા પર કેન્દ્રિત બેઠકોની શ્રેણીમાં ચર્ચા કરવામાં આવી હતી.

આપણ વાચો: આરએસએસના કાર્યક્રમમાં સુનેત્રા પવાર, અજિત પવારે કહ્યું મને ખબર નથી

રાજ્યમાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, જેમાં રોકડથી સમૃદ્ધ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે, તે જાન્યુઆરી 2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

ચર્ચા દરમિયાન, એનસીપીના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરેએ જિલ્લા અને બ્લોક સમિતિના પ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને સંબોધિત કરી હતી.

તટકરેએ કહ્યું કે આ બેઠકો પાર્ટીની અંદર વાતચીત અને સંકલન વધારવા અને સ્થાનિક મુદ્દાઓને અસરકારક રીતે સંબોધવામાં આવે તે સતત પ્રક્રિયાનો ભાગ છે. તેમણે સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા માટેના પગલાંઓની ચર્ચા કરી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button