અજિત પવાર પણ બની શકે છે મુખ્યમંત્રીઃ છગન ભુજબળે મમરો મૂક્યો…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિની ભવ્ય જીત થઈ હતી. ભાજપને 132, શિવસેના (SHS)ને 57 અને અજિત પવારની એનસીપીને 41 સીટ મળી હતી. આ દરમિયાન રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈ અટકળો થઈ રહી છે. દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આજે અજિત પવારની એનસીપીના નેતાઓની મીટિંગ મળી હતી.
આ પણ વાંચો : ‘ઈતિહાસ ડી વાય ચંદ્રચુડને ક્યારેય માફ નહીં કરે’, સંજય રાઉતે હારનું ઠીકરું પૂર્વ CJI પર ફોડ્યું
બેઠક બાદ એનસીપી નેતા છગન ભુજબળે કહ્યું, આજે અમારા તમામ ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું કે, અજિત પવાર વિધાનસભામાં અમારું નેતૃત્વ કરશે. પરંતુ સીએમ કોણ હશે તે ત્રણેય પાર્ટીના નેતા મળીને નક્કી કરશે. અજિત પવાર પણ સીએમ બની શકે છે, તેનો સ્ટ્રાઈક રેટ પણ ખૂબ સારો છે.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશની પુત્રવધુનો વસઇ બેઠક પર વાગ્યો ડંકો
પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાજપ નેતા રાવસાહેબ દાનવે કહ્યું, અમે આ ચૂંટણી નાની સહયોગી પાર્ટી સાથે મળીને જીતી છે. દરેક પાર્ટી વિધાનસભા માટે તેમના ગ્રુપ લીડર ચૂંટશે. આ ઉપરાંત ત્રણેય પાર્ટીના તમામ ધારાસભ્યોની સંયુક્ત બેઠક યોજાશે. અમે મહાયુતિના ચહેરા તરીકે એકનાથ શિંદેને આગળ કરીને ચૂંટણી લડ્યા હતા. મહાયુતિની સીએમ ચહેરા તરીકે નહીં. મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે દિલ્હીમાં બેઠેલા અમારા ટોચના નેતાઓ અંતિમ નિર્ણય લેશે.